એર ઈન્ડિયા એકસપ્રેસે અચાનક સામુહિક 'સિક લીવ' પર ઉતરી ગયેલા કર્મચારીઓમાંથી ૨૫થી વધુને નોકરીમાંથી કાઢી મૂકયા છે. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને તેમના નિયમિત ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટિસ આપી છે.
રજા પર જઈ રહેલા કેબિન ક્રૂ મેમ્બર્સને ઈમેલ દ્રારા તેમની નોકરીની સમાિ વિશે જાણ કરવામાં આવી છે. એરલાઈને ઈમેલમાં કહ્યું છે કે ક્રૂ મેમ્બર કોઈ કારણ વગર જાણીજોઈને ગેરહાજર રહ્યા હતા. મોટા પાયે માંદગીની રજા લેવી એ નિયમોનું ઉલ્લંઘન છે. એટલું જ નહીં, પરંતુ આમ કરીને કર્મચારીઓએ તેમના પર લાગુ 'એર ઈન્ડિયા એકસપ્રેસ લિમિટેડ એમ્પ્લોઈ સર્વિસ લ્સ'નું પણ ઉલ્લંઘન કયુ છે.
એરલાઈને વધુમાં જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સની રોસ્ટર મંગળવારે જ નક્કી કરવામાં આવી હતી. જો કે, છેલ્લી ક્ષણે તમે શિડુલિંગ ટીમને કહ્યું કે તમે બીમાર છો અને રજા લીધી. તેમાં કહેવામાં આવ્યું છે કે, એવું જોવામાં આવ્યું છે કે તે જ સમયે મોટી સંખ્યામાં અન્ય કેબિન ક્રૂ મેમ્બર્સ પણ બીમાર હતા અને તેમણે ડુટી માટે રિપોર્ટ કર્યેા ન હતો. આ સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે કોઈ પણ માન્ય કારણ વગર આયોજિત ગેરહાજરી હતી.
એર ઈન્ડિયા એકસપ્રેસે કહ્યું કે, કેબિન ક્રૂ રજા પર જવાના કારણે મોટી સંખ્યામાં લાઈટસ કેન્સલ કરવી પડી છે. આના કારણે સમગ્ર શેડૂલ ખોરવાઈ ગયું છે, જે અમારા મુસાફરો માટે મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે. તે કહે છે, તમાં કૃત્ય દર્શાવે છે કે તમે કામગીરી અને સેવાઓને વિક્ષેપિત કરવા માંગતા હતા. હકીકતમાં ૩૦૦ થી વધુ ક્રૂ મેમ્બર્સ અચાનક માંદગીની રજા પર જવાને કારણે એરલાઇનને છેલ્લા બે દિવસમાં તેની ૯૦ જેટલી લાઇટસ રદ કરવી પડી હતી. એર ઈન્ડિયા એકસપ્રેસના વરિ કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. યારે એરલાઈન્સની ઘણી લાઈટસ ઉપડવાની હતી ત્યારે છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા. યાં સુધી કેબિન ક્રૂનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી એર ઈન્ડિયા એકસપ્રેસને તેની કામગીરીમાં વિક્ષેપનો સામનો કરવો પડશે. ૧૦૦ થી વધુ કર્મચારીઓએ એક સાથે માંદગીની રજા મૂકી દેતા એર ઈન્ડિયા એકસપ્રેસની ૭૦ થી વધુ આંતરરાષ્ટ્ર્રીય અને સ્થાનિક લાઈટસ રદ કરવી પડી હતી. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવકતાએ એક નિવેદન જાહેર કરીને દેશવાસીઓને આ જાણકારી આપી છે. લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાય છે. સૂત્રોનું કહેવું છે કે સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech