અમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, મોટેરા સ્ટેડિયમમાં IPL મેચોને કારણે નિર્ણય

  • March 22, 2025 10:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPL 2025ની મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન સેવાનો સમય બદલવાનો નિર્ણય લીધો છે. 25 માર્ચ 2025, 29 માર્ચ 2025, 9 એપ્રિલ 2025, 2 મે 2025 અને 14 મે 2025ના રોજ યોજાનારી ડે-નાઈટ મેચોને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.


હાલમાં અમદાવાદ મેટ્રો સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલે છે. પરંતુ IPL મેચોના દિવસે મેટ્રો સવારે 6:00 વાગ્યાથી રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલશે. એટલે કે મેચ જોવા આવતા લોકો રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રોમાં મુસાફરી કરી શકશે.


રાત્રે 10:00 થી 12:30 વાગ્યા સુધી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં બેસી શકાશે. ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ)ના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.


GMRCએ મેટ્રો મુસાફરોની સુવિધા માટે ખાસ પેપર ટિકિટની વ્યવસ્થા પણ કરી છે. મેચ જોવા આવેલા લોકો મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા માટે આ ટિકિટનો ઉપયોગ કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application