SRH vs RR IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે જીત સાથે સિઝનની શરૂઆત કરી, રાજસ્થાનને 44 રનથી હરાવ્યું

  • March 23, 2025 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPLની 18મી સિઝનની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ 44 રનથી જીતીને સિઝનની શરૂઆત વિજય સાથે કરી છે. રાજસ્થાનની ટીમને આ મેચમાં 287 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતાં તેઓ 242 રન બનાવવામાં સફળ રહ્યા હતા.


ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રીતે જોવા મળી હતી, જેમાં પ્રથમ મેચમાં જ KKRને RCB સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આજે એટલે કે 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવીને સિઝનની શરૂઆત મોટી જીત સાથે કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 286 રનનો સ્કોર બનાવ્યો હતો, જેમાં તેમના તરફથી ઈશાન કિશનના બેટમાંથી અણનમ 106 રનની સદીની ઇનિંગ જોવા મળી હતી, જ્યારે ટ્રેવિસ હેડે 67 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.


રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 242 રનનો સ્કોર બનાવવામાં જ સફળ રહી હતી, જેમાં તેમના તરફથી સંજુ સેમસને 66 અને ધ્રુવ જુરેલે 70 રન બનાવ્યા હતા. ઇનિંગની અંતિમ ઓવરોમાં શિમરોન હેટમાયરે 42 રનની ઝડપી ઇનિંગ રમીને હારના અંતરને થોડો ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ માટે સિમરજીત સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application