ધુડશીયા ગામ પાસે બાઈક-કાર અકસ્માતમાં આઘેડનું મોત

  • August 23, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકને ગંભીર ઇજા : ફોરવ્હીલ ચાલક સામે ફરીયાદ

કાલાવડ તાલુકાના ધુડસીયા ગામના પાટિયા પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર ધૂનધોરાજી ગામના એક આધેડનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાન ઘાયલ થયો છે.
કાલાવડ તાલુકાના ધૂનધોરાજી ગામમાં રહેતા બીજલભાઇ ઝાપડા નામના ૫૫ વર્ષના આધેડ કે જેઓ ગઈકાલે પોતાના બાઇકમાં રમેશભાઈ ઝાપડા નામના કુટુંબીને સાથે બેસાડીએ જામનગર કાલાવડ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન ધુડસીયા ગામના પાટિયા પાસે પૂરપાટ વેગે આવી રહેલી જીજે -૭ડીસી-૭૫૯૨ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બીજલભાઇ નું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેની સાથે જ બાઈકમાં બેઠેલા તેનાજ કુટુંબી રમેશભાઈ ભરવાડને નાની મોટી ઈજા થઈ હોવાથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર ધુનધોરાજી ગામમાં રહેતા નાગજીભાઈ ઝાપડાએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલકની શોધ ખોળ હાથ ધરી તેની રેઢી પડેલી કાર કબજે કરી લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application