ચંદ્રયાન-3ની સફળતા બાદ ISROને ચંદ્રયાન-4 માટે મળી શકે છે મંજૂરી, કેટલું અલગ હશે આ મિશન?

  • August 24, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ ભારત અને દુનિયા માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સફળતા જ્યાં ભારતના ચંદ્રમિશન કાર્યક્રમને આગામી તબક્કા તરફ લઈ જશે જેમાં ચંદ્ર પર પહોંચી ત્યાંના નમૂના લઈને પાછા પૃથ્વી પર આવવાનું સામેલ છે. જેમાં અમેરિકાના આર્ટેમિસ-3 મિશનનું માર્ગદર્શન કાર્યક્રમ પણ કરશે. ત્રીજું આ મિશન ચંદ્રના ઘણા રહસ્યો ખોલી શકે છે. 



સૂત્રોના જણાવ્યાનુસાર ઈસરોના વૈજ્ઞાનિકોને ટૂંક સમયમાં ચંદ્રયાન-4 માટે પરવાનગી મળી શકે છે. તેમાં ભારત ચંદ્રવિજય અભિયાનમાં વધુ એક ડગલું આગળ વધારશે. તેમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરને પાછું ધરતી પર લાવવાના પ્રયાસો રહેશે. એટલે કે રોવર નમૂના લઈને પૃથ્વી પર પરત આવશે. 




ચંદ્રયાન-3ની મદદથી ભારતે ચંદ્રના એ ભાગમાં સોફ્ટ લેન્ડિંગ કરી સફળતા મેળવી છે જ્યાં અત્યાર સુધી ચંદ્ર પર વિજય મેળવનારા અમેરિકા, રશિયા અને ચીનના અભિયાન પણ સફળ થયા નથી પણ જોકે આ ત્રણેય દેશોની વાત કરીએ તો તેઓ તેમના મિશનને ચંદ્ર પર મોકલી નમૂના લઈને પાછા ધરતી પર પરત આવવામાં સફળ થઈ ચૂક્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application