હત્યા કર્યા બાદ કંઇ બન્યું જ ઙ્ગ હોય આરોપીઓ તેવું જીવઙ્ગ જીવતા હતા

  • April 10, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણા પાસે ભાદર નદીના કાંઠેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી.હત્યાના આ બનાવનો ભેદ રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ઉકેલી નાખી ગીરસોમનાથના હરમડીયાના યુવાન શિવાભાઇ જોધાભાઇ ઘૂંધવાળ(ઉ.વ 35) ની હત્યાના આ બનાવમાં હતરીયા સુરસિંહ ડાવર(રહે.મોટા દુધીવર),મુકેશ સુરસિંહ ડાવર(રહે. અમરાપર તા.જામજોધપુર) અને રેશ્મા હતરીયાભાઇ ડાવરને ઝડપી લીધા હતાં. આ મામલે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીવાયએસપી કે.જી.ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે,હત્યાના આ બનાવ બાદ આરોપીઓ જાણે કંઇ બન્યુ જ ન હોય તેમ પોતાના કામમાં લાગી ગયા હતાં જેથી કોઇને તેમના પર શંકા ન જાય.હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવા માટે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પીઆઇ વી.વી.ઓડેદરા,પીએસઆઇ એચ.સી.ગોહીલ,ડી.જી.બડવા તથા જે.યુ.ગોહીલ તથા જામકંડોરણા પીએસઆઇ વી.એમ.ડોડીયા તથા એલ.સી.બીના એ.એસ.આઇ. મહેશભાઇ જાની,પો.હેડ.કોન્સ. નિલેષભાઇ ડાંગર,શક્તિસિંહ જાડેજા,મહીપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી,વાસુદેવસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા તથા પો.કોન્સ. કૌશિકભાઇ જોષી,મહેશભાઇ સારીખડા,ભાવેશભાઇ મકવાણા,રસીકભાઇ જમોડ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. અમુભાઇ વિરડા,નરેન્દ્રભાઇ દવે તથા સાહીલભાઇ ખોખર તથા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા જામકંડોરણા સ્ટાફ દ્રારા કરવામા આવી છે.

રાજકોટ રલ પોલીસે એક મહિનામાં 158 મોબાઇલ શોધી કાઢયા
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી ડિવાએસપી એચ.એસ.રત્નુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એચ.વાજા તથા કોમ્પ્યુટર શાખાની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે છેલ્લા એક માસમાં ચોરી અને ગુમ થયેલા રૂપિયા 22 ,32,704 ની કિંમતના 158 મોબાઈલ શોધી કાઢ્યા હતા. પોલીસે આ મોબાઇલ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, યુપી, બિહાર, પ.બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી શોધી કાઢ્યા હતા અને મૂળ માલિકને મોબાઈલ પરત આપવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application