દમદાર વાપસી બાદ પ્રભાસ વધુ એક ફિલ્મમાં ધમાલ મચાવશે

  • January 16, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'સાલાર' બાદ ધ રાજા સાબ ફિલ્મમાં એક્ટરનો ફર્સ્ટ લુક  સામે આવ્યો


સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ હતી. ગયા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ થઈ હતી, પરંતુ આ સાઉથ સુપરસ્ટારે ફિલ્મ ‘સાલાર’થી દમદાર વાપસી કરી છે.પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ હતી. 'સાલાર' બાદ વધુ એક ફિલ્મમાં પ્રભાસ મચાવશે ધમાલ.આ ફિલ્મમાં પ્રભાસનો અતરંગી અંદાજ જોવા મળશે.

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે. ફિલ્મ ‘સાલાર’ની કહાની અને સ્ટાર કાસ્ટની હજુ પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફિલ્મ હિટ થયા પછી પ્રભાસની કિસ્મત ફરી એકવાર ચમકી ઉઠી છે. ગયા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ થઈ હતી, પરંતુ આ સાઉથ સુપરસ્ટારે ફિલ્મ ‘સાલાર’થી દમદાર વાપસી કરી છે. હવે પ્રભાસની અપકમિંગ ફિલ્મ બાબતે ધમાકેદાર અપડેટ સામે આવી છે. 


ફિલ્મ ‘સાલાર’ની સફળતા પછી પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘ધ રાજા સાબ’ની ખાસ અંદાજમાં જાહેરાત કરવામાં આવી છે. પીપલ મીડિયા ફેક્ટરી હેઠળ નિર્દેશક મારુતિ ફિલ્મ ‘ધ રાજા સાબ’ બનાવી રહ્યા છે. આ એક રોમાન્ટીક હોર ફિલ્મ છે. આ ફિલ્મ તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ અને હિંદીમાં રિલીઝ થશે. પ્રભાસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ધ રાજા સાબ’નું પોસ્ટર શેર કર્યું છે. 


પ્રભાસનો અતરંગી અંદાજ


ફિલ્મ ‘ધ રાજા સાબ’માં પ્રભાસ લુંગી લહેરાવતા જોવા મળી રહ્યા છે. પ્રભાસનો આ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પ્રભાસનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પ્રભાસે ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું છે કે, ‘આ ફેસ્ટિવ સીઝનમાં જોવો ‘ધ રાજા સાબ’ની પહેલી ઝલક’. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર થમન આ ફિલ્મ બનાવી રહ્યા છે


પ્રભાસનો વર્કફ્રંટ

પ્રભાસ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ફિલ્મ કલ્કિ 2898 પણ શામેલ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક્ટિંગ કરતી જોવા મળશે. ટીજી વિશ્વા પ્રસાદ ફિલ્મ ‘ધ રાજા સાબ’નું પ્રોડક્શન કરી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application