કોવિડ પછી, ભારતે અર્થવ્યવસ્થા મજબુત કરવા કમ્મર કસી , 3 વર્ષમાં આ રીતે શક્તિશાળી બન્યું: મોદી

  • December 19, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ -19 એ ભારત અને વિશ્વના ઘણા મોટા દેશોની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. તે પછી, વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાઓ હજી પણ તેમની ખોવાયેલી ચમક પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે જ સમયે, ભારતની અર્થવ્યવસ્થા સતત વધુ શક્તિશાળી બની રહી છે.




ભારત હવે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ટૂંક સમયમાં તે વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની જશે. કોવિડ-19 પછી, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી બદલાઈ ગઈ છે અને તેનો ફાયદો તેને મળી રહ્યો છે. જ્યારે વિશ્વની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ હજી પણ કોવિડની અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા તેનાથી ઘણી આગળ નીકળી ગઈ છે.  



કોવિડ -19 પછી, વિશ્વને ચીન સિવાય અન્ય દેશમાં તેની સપ્લાય ચેઇન સ્થાપિત કરવાની જરૂરિયાત અનુભવાઈ. પછી ભારત મોટાભાગની કંપનીઓની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યું. તેનું સૌથી મોટું ઉદાહરણ એપલે પોતાની ફેક્ટરીને ભારતમાં શિફ્ટ કરવાનું તે છે આ માટે ભારતે તેની અર્થવ્યવસ્થામાં પણ ફેરફાર કર્યા છે.\



કોવિડ પછી, ભારતે અર્થવ્યવસ્થાને વધુ મજબૂત  કરવાનું શરૂ કર્યું. કોવિડની 'આપત્તિમાં તકો' શોધીને, ભારતે તેની 'મેક ઇન ઇન્ડિયા' પહેલને આગળ વધારી અને ઉત્પાદન સાથે જોડાયેલ પહેલને પહેલા કરતા વધુ મજબૂત બનાવી. આનો ફાયદો એ થયો કે એક પછી એક ઘણી ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓએ ભારતમાં તેમનું ઉત્પાદન વધાર્યું. આજે ભારતમાં વેચાતા તમામ મોબાઈલ ફોન અહીં બનાવવામાં આવે છે. એટલું જ નહીં, ભારતે મેડિકલ ડિવાઇસ, સેમિકન્ડક્ટર, ઓટો મોબાઈલ અને ઇલેક્ટ્રિક મોબિલિટી પર પણ પોતાનું ફોકસ વધાર્યું છે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application