ચાબહાર બાદ વધુ એક વિદેશી બંદર આવ્યું ભારતના કન્ટ્રોલમાં

  • April 10, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક શકિત તરીકે વિશ્વમાં પોતાની ઓળખ ઉભી કરી રહેલા ભારતે સમુદ્રમાં પોતાની હાજરી વધારીને એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ઈરાનના ચાબહાર બાદ ભારતે અન્ય દેશના પોર્ટ પર કામગીરી પર નિયંત્રણ મેળવી લીધું છે. આ વખતે ભારતે મ્યાનમારના સિટવે બંદર પર તેની હાજરીની પુષ્ટિ કરી છે.ભારતના વિદેશ મંત્રાલયે સિત્તવે ખાતે કલાદાન નદી પર સ્થિત સમગ્ર બંદરની કામગીરી સંભાળવા માટે ઈન્ડિયા પોટર્સ ગ્લોબલ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ઈરાનના ચાબહાર પોર્ટ નજીક ભારતનું આ બીજું વિદેશી અધિગ્રહણ છે. આને સમુદ્રમાં ભારતની હાજરી વધારવાના વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ બંદર દ્રારા, ભારતને ઉત્તર–પૂર્વીય રાયો માટે નવો માર્ગ પણ મળશે, જે સિલીગુડી કોરિડોર પર નિર્ભરતા ઘટાડશે. ઇન્ડિયા પોટર્સ ગ્લોબલ એ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની સંપૂર્ણ માલિકીની કંપની છે.વિદેશ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ, ઈન્ડિયા પોટર્સ ગ્લોબલ લિમિટેડને કલાદાન નદી પર બંદર કામગીરીનું સંચાલન મળ્યું છે. સમુદ્રમાં તેની હાજરીને મજબૂત કરવા અને પ્રાદેશિક જોડાણ વધારવાની દિશામાં આ એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતને ચાબહારમાં ઓપરેટ કરવાના મર્યાદિત અધિકારો જ મળ્યા છે યારે સિટવે પોર્ટ પર ભારતને સંપૂર્ણ અધિકારો હશે. ઈન્ડિયા પોટર્સ ગ્લોબલ લિમિટેડ હાલમાં ઈરાનના ચાબહાર પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે


સિટવે પોર્ટનું મહત્વ
સિટવે પોર્ટ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેકટનો એક ભાગ છે. આ પ્રોજેકટનો હેતુ કોલકાતાના પૂર્વ ભારતીય બંદરને મ્યાનમારના સિટવે બંદર સાથે દરિયાઈ માર્ગે જોડવાનો છે. તે આગળ સિત્તવે બંદરને કલાદાન નદીના જળમાર્ગ દ્રારા મ્યાનમારના પલેટવા સાથે અને પછી રસ્તા દ્રારા મિઝોરમના જોરીનપુઈ સાથે જોડશે

ચીનનું ટેન્શન વધ્યું
મિઝોરમને જોડતો આ માર્ગ પૂરો થયા પછી, ભારત માટે ઉત્તર પૂર્વના રાયોમાં પુરવઠો પહોંચાડવાનું સરળ બનશે. આ લિંક ખોલવાથી માત્ર ઉત્તર–પૂર્વના રાયોમાં માલ મોકલવા માટેનો વૈકલ્પિક માર્ગ જ નહીં મળે, પરંતુ કોલકાતાથી મિઝોરમ અને તેનાથી આગળના ખર્ચ અને અંતરમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.આનાથી ભૂટાન અને બાંગ્લાદેશ વચ્ચેના સિલિગુડી કોરિડોર પર નિર્ભરતા પણ ઘટશે, જેને ચિકન્સ નેક તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક છે કે, ઉત્તર પૂર્વમાં બીજો માર્ગ મળવો એ ચીન માટે ચોક્કસ ટેન્શન વધે તેવું કામ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application