સૌરાષ્ટ્ર્રમાં પડેલા ભારે વરસાદથી કપાસના પાકને બચાવવા કૃષિ નિષ્ણાતની સૂચના

  • August 31, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ સૌરાષ્ટ્ર્રમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે જેથી ખેડૂતોના પાકને પણ નુકસાનીની ભીતી સેવાઈ રહી છે ત્યારે જૂનાગઢના કૃષિ નિષ્ણાતં સુભાષભાઈ ચોથાણી દ્રારા પાકને બચાવવા ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે જેમાં કપાસમાં પાણી ભરાવાથી અને ભારે પવનના કારણે છોડ નવા મંડેલ છે અને પાક મુર્જાવવા લાગેલ છે ત્યારે નમી ગયેલા છોડને ઉભા કરી સ્થળ પાસે પગ નીચે દબાવી ૧૫ કિલો યુરિયા અને એમોનિસ ખાતર નાખવું, મગફળીમાં પાણી ભરાવાથી ફુલ સુવા નાના ઙોડવાને નુકસાન થયેલ છે જેથી ખેતરમાં ભરાયેલ પાણીનો નિકાલ કરી કેલ્શિયમ નાઇટ્રેટ અને ખાતર તથા થાઈમો કેમિકલ પાવડર નાખવુ, સોયાબીન જંગલી પાક હોય તેમાં નુકસાની જોવા મળતી નથી યારે તુવેર નુ વાવેતર બળી જશે અને નાના છોડો હોવાથી પાણી સહન કરી શકશે નહીં તેથી તુવેર વાવણીનો હજુ પણ સમય હોય ફરીથી ખેડૂતો તુવેર વાવી શકશે, શાકભાજીમાં સૌથી વધુ મરચીનું વાવેતર થયેલ છે જેમાં વરસાદથી છોડ જમીન દોસ્ત થયેલ છે અને ફાલ ખરી ગયેલ હોય તેથી શાકભાજીના પાકમાં સુકરો આવવાની શકયતા હોવાથી ઉભા પાકને દબાવી યુરિયા તથા એમોનિયા ખાતર સાથે બ્લુ કોપર લઈ દરેક થડ પાસે છાંટવા માં આવે તો મૂરજાતો કપાસ અટકી જશે. જેથી કૃષિ નિષ્ણાતં દ્રારા કપાસ સહિતના પાકો અને રક્ષિત કરવા ખેડૂતોને ટીપ્સ આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News