માણાવદરનું સાહસિક દંપતિ: બુલેટ લઇ પહોંચ્યું વિશ્ર્વની સૌથી ઉંચા ઉમલીંગા લા પાસ સુધી

  • October 03, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદરના વકીલ અને માણાવદર બાર એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ એલ. ઝાલાવાડીયાના પુત્ર મનદીપભાઈ ઝાલાવાડીયા અને તેમના પત્ની ગોપીબેને તાજેતરમાં જ લેહ-લદાખમાં આવેલ વિશ્વના સૌથી ઊંચા એવા લેહ-લદાખના ૧૯ હજાર ૨૪ ફૂટ ઊંચા ઉમલીંગ લા પાસને માણાવદરથી પોતાની બુલેટ બાઈકમાં નીકળી ૬૨૦૦ કિલોમીટરની સફર કરી ઉમલીંગ લા પાસની સફર સર કરી માણાવદરનું ગૌરવ વધાર્યું છે. આ સાહસિક નવદંપત્તિએ તા.૧૩-૮-૨૦૨૩ ના દિવસે માણાવદરથી તેમની આ રોમાંચક અને સાહસિક યાત્રાનું પ્રસ્થાન કરેલ ને ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થઈને પોતાના લક્ષ્યાંક એવા આ શિખરને સર કર્યું હતું.
​​​​​​​
યાત્રા દરમિયાન તેઓને ઘણી જ મુશ્કેલી પડી હતી અને કઠિનાઇનો સામનો કરવો પડ્યો હતો. તેઓ તા.૬-૯-૨૦૨૩ ના રોજ ઉમલીંગ લા પાસ સ્થળે પહોંચ્યા હતા સફળ દરમિયાન તેમને અવનવા લોકોનો જુદો જુદો અનુભવ થયો હતો આ દંપત્તિ જણાવે છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિના ભેદભાવ વગર તથા કોઈ જાતના સ્વાર્થ વગર એ અજાણ્યા લોકોએ અમારી યાત્રા દરમિયાન અમને ઘણી જ મદદ કરી હતી. અમારા અનુભવ પછી અમને લાગ્યું છે કે આ દુનિયા રહેવા માટેનું ઉત્તમ સ્થળ અવશ્ય છે કળિયુગ તો માત્ર કહેવા પૂરતો છે અહીં માનવતા પણ વસે છે. આ સાહસિક સફરના વિજય બદલ મનદીપભાઈ તથા ગોપી બહેન તેમના પરિવારના વડીલો તથા પ્રત્યેક સભ્યોને શ્રેય આપે છે. અને ખાસ તો અરુણાબેન ગોપાલભાઈ ઝાલાવાડીયા તથા ચંદાબેન દિનેશભાઈ સવાણીનો આભાર માને છે. સાહસ વિના સિદ્ધિ ના મળે એ ઉક્તિ તેમણે સાર્થક કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application