રેલ્વેના ગુવાહાટીમાં કાર્યરત અધિક ડિવિઝન રેલ્વે મેનેજરની લાંચ લેવાના ગુનામાં CBIએ ધરપકડ કરી

  • January 16, 2023 02:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીબીઆઇએ રેલ્વેના ગુવાહાટીમાં કાર્યરત અધિક ડિવિઝન રેલ્વે મેનેજરની 50 લાખ રૂપિયાની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી છે. જીતેન્દ્ર પાલસિંહ નામના રેલ્વેના આ ઉચ્ચ અધિકારી ઉપરાંત તેનો ખાસ સાગરિત, રેલ્વેનો ઇજારદાર અને હવાલા ઓપરેટરની પણ સીબીઆઇએ ધરપકડ કરી હતી. અગાઉથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ગોઠવેલા છટકામાં આ આરોપીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધરપકડના પગલે કેલ્વેના અધિકારીની કચેરી, તેમજ દિલ્હી, નરોરા, ગુવાહાટી, સીલીગુડી અને અલીગઢ જેવા સ્થળોએ તપાસ હાથ ધરાઇ હતી. તેમાં 47 લાખ રૂપિયા રોકડા, લેપટોપ્સ અને કેટલાંક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા.



રેલ્વેના ગુવાહાટીમાં કાર્યરત અધિક ડિવિઝન રેલ્વે મેનેજરની લાંચ લેવાના ગુનામાં CBIએ મોટી કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કાર્યરત અધિક ડિવિઝન રેલ્વે મેનેજર સહિત તેમના સાગરીતો પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ ઉચ્ચ અધિકારી ઉપરાંત તેનો ખાસ સાગરિત, રેલ્વેનો ઇજારદાર અને હવાલા ઓપરેટરનો સમાવેશ છે. મહત્વનું છે કે સીબીઆઈએ જણાવ્યું હતુ કે, ધરપકડના પગલે કેલ્વેના અધિકારીની કચેરી, તેમજ દિલ્હી, નરોરા, ગુવાહાટી, સીલીગુડી અને અલીગઢ જેવા સ્થળોએ તપાસ હાથ ધરાઇ હતી. તેમાં 47 લાખ રૂપિયા રોકડા, લેપટોપ્સ અને કેટલાંક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application