કજુરડામાં નાસ્તાની લાલચ આપીને બાળા સાથે અડપલા

  • August 12, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધાયો : પોલીસની તપાસ

ખંભાળીયા તાલુકાના કજુરડામાં નાસ્તાની લાલચ આપી બાળા સાથે અડપલા કર્યાનો બનાવ સામે આવતા શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા રવિરાજસિંહ ધીરુભા જાડેજા નામના ૨૪ વર્ષના શખ્સ દ્વારા આ વિસ્તારમાં રહેતી એક પરિવારની આશરે ૧૨ વર્ષની વયની પુત્રીને તારીખ ૯મીના રોજ નાસ્તાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં આ શખ્સ દ્વારા બાળાની એકલતાનો લાભ લઈ, તેણીની છાતીના ભાગે તથા શરીરમાં હાથ ફેરવી, શારીરિક અડપલા કર્યાની તથા આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય ત્યારે રસ્તામાં પણ તેણીનો પીછો કરતો હોવા અંગેની ધોરણસર ફરિયાદ બાળાના પિતા દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૫૪ (એ.- ડી.) તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આરોપી શખ્સની અટકાયત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application