લાલપુરમાં વિદેશી દારુના ચપટા સાથે એક શખ્સ પકડાયો

  • December 19, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઇક અને ૨૪ ચપટા કબ્જે : સપ્લાયરનું નામ ખુલ્યું

લાલપુરના સામા કાંઠે ગોકુલધામ સોસાયટી રોડ પર બાઇકમાં ઇંગ્લીશ દારુના ૨૪ ચપટા લઇને નીકળેલા શખ્સને પકડી લેવામાં આવ્યો હતો, જેમાં સપ્લાયરનું નામ ખુલ્યું હતું.
લાલપુરના રુપાવટી નદીના કાંઠે રહેતા સુરેશ વાલજી પરમાર (ઉ.વ.૨૬) નામનો શખ્સ પોતાના કબ્જાનું સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦બીકે-૧૫૯૮ લઇને ગોકુલધામ સોસાયટી રડ પરથી નીકળ્યો હતો, આથી લાલપુર પોલીસે તેને આંતરીને તલાશી લેતા બાઇકમાં રાખેલા થેલાની તપાસ કરતા તેમાથી વિદેશી દારુના ૨૪ નંગ ચપટા મળી આવતા કુલ ૨૪૮૦૦નો મુદામાલ જપ્ત કરાયો હતો.
પુછપરછ દરમ્યાન દારુનો જથ્થો લાલપુર ગામમાં રહેતા શકિતસિંહ ભિખુભા રાઠોડ નામના શખ્સ પાસેથી વેચાણઅર્થે લાવ્યો હતો, શકિતસિંહને ફરાર જાહેર કરવામાં આવ્યો છે, દરમ્યાન લાલપુર પોલીસે સુરેશ અને શકિતસિંહ સામે પ્રોહી મુજબ ફરીયાદ નોંધીને કાર્યવાહી આગળ ધપાવી હતી.
***
ખંભાળિયા, મીઠાપુરમાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા હમીર દેવરખી વસરા નામના ૫૮ વર્ષના શખ્સને પોલીસે બેહ ગામના પાટીયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.
મીઠાપુર પોલીસે આરંભડા વિસ્તારમાંથી દીપુભા સાવજાભા હાથલ (ઉ.વ. ૪૨) ને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના પેશન મોટરસાયકલ પરથી ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application