રાજકોટ–કાનાલુસ રેલવે ડબલ ટ્રેક પ્રોજેકટ માટે ૧૮ હેકટર જમીન સંપાદન

  • October 17, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ–કાનાલુસ રેલવે સિંગલ લાઈનને ડબલમાં પરિવર્તિત કરવા માટે પ્રોજેકટ ચાલી રહ્યો છે તે માટે જમીન સંપાદનની કામગીરી રેલવે તત્રં તરફથી રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને સોંપવામાં આવી હતી. જિલ્લ ા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી (ગ્રામ્ય) વિવેક ટાંકે નિયત સમય મર્યાદા કરતા ૮ મહિલા વહેલું આ કામ પુરૂ કરી દીધું છે.પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા મુજબ આ પ્રોજેકટ માટે રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્ર્વર, પરાપીપળિયા, પડધરી તાલુકાના જોધપર, મોવિયા, રાણપર મોટા, ચણોલ મોટી, હડમતિયા, ખંઢેરી, તરઘડી, નારણકા, વણપરી અને પડધરી સહિત ૧૩ ગામની જમીન સંપાદન કરવાની હતી કુલ ૧૮ હેકટર જમીન સંપાદનની કામગીરી આ પ્રોજેકટ અંતર્ગત પુરી કરવામાં આવી છે.
૧૩ ગામના ૧૪૯ ખાતેદારોને જમીન સંપાદનના વળતરપેટે રૂા.૫.૪૮ કરોડ ચૂકવવાના થાય છે તે પૈકી ૧૨૭ ખાતેદારોને રૂા.૪.૮૭ કરોડનું ચૂકવણું થઈ ગયું છે. જમીનનો કબજો રેલવે ખાતાને સોંપી દીધો છે. બાકી રહેતા ૨૨ ખાતેદારોને પણ વળતરની રકમ ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે.


રેલવે ડબલ ટ્રેકનો આ પ્રોજેકટ રાજકોટ રેલવે સ્ટેશનથી કાનાલુસ (જામનગર જિલ્લો) રેલવે સ્ટેશન સુધીનો છે જેમાં રાજકોટ અને જામનગર જિલ્લાના જુદા જુદા ગામોનો સમાવેશ થાય છે.
રેલવે લાઈનની લંબાઈ  ૩૦ કિલોમીટર રાજકોટ જિલ્લામાં આવે છે અને બાકીની ૧૧૧ કિલોમીટર લાઈન જામનગર જિલ્લા માટે આ પ્રોજેકટ પુરો થશે પછી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોની સ્પીડ વધી જશે અને તેના કારણે મુસાફરોના સમયમાં મોટી બચત થશે. સાથોસાથ માલગાડી દ્રારા માલ પરિવહનમાં પણ ગતિ આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application