હોસ્પિ.માંથી યુવાનનું અપહરણ કરી ફાયરિંગ કરનાર આરોપીઓ ઝબ્બે

  • January 23, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી હોસ્પિટલમાંથી અહીં મેનેજમેન્ટનું કામ કરનાર યુવાનનું અપહરણ કરી તેને મારમારી હથિયાર બતાવી હવામાં ફાયરિંગ કરી ધમકી આપી હતી.આ શખસો યુવાન ઉપરાંત હોસ્પિટલના અન્ય બે કર્મચારી સાથે પણ મારમારી કરી હતી.અગાઉ સારવાર દરમિયાન થયેલી માથાકૂટ સબબ આ કૃત્ય આચયુ હતું.આ અગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં.

જસદણમાં ચિતલીયા રોડ પર અને રાજકોટમાં બાપા સીતારામ ચોક પાસે રહેતા દીપેન ઉર્ફે લાલાભાઇ વિનોદભાઈ ઠુંમર (ઉ.વ ૩૬) નામના યુવાને જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં રહેતા રાજવીર ઉર્ફે રાજો બીશુ વાળા, નીલરાજ શાંતુ ખાચર અને રવિરાજ ઉર્ફે ભગત ઉમેદભાઈ ગીડાના નામ આપ્યા છે.

યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે જસદણમાં બસ સ્ટેન્ડ આગળ આવેલી ડોકટર રામાણીની હોસ્પિટલમાં મેનેજમેન્ટનું કામ કરે છે.રવિવારના રાત્રીના તે ઘરે હતો ત્યારે મોડી રાત્રે ઐંઘ ઉડતા ફોનમાં મિસ કોલ થઈ ગયા હતા. જે નંબર પર કોલ કરતા તેને માલુમ પડું હતું કે, હોસ્પિટલમાં મારામારી ચાલુ છે. જેથી તે તુરતં હોસ્પિટલે પહોંચ્યો હતો હોસ્પિટલે પહોંચતા અહીં પહેલા માળે સ્ટાફના યોગેશભાઈ અને મેહત્પલ સાથે ત્રણેય આરોપીઓ ઝપાઝપી કરતા હતા અને આરોપીઓ કહેતા હતા કે, કયાં તમારો રામાણી તેને પતાવી દેવા છે. કહી ગાળો આપવા લાગ્યા હતા જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા આરોપીઓએ યુવાનને પકડી નીચે હોસ્પિટલ બહાર લઇ ગયા હતા અને કહેતા હતા કે મને ગોળી વાગી ત્યારે સારવારમાં આવતા ડોકટર રામાણી કે તું નહોતા મળ્યા. હોસ્પિટલને તાળા મારી દેવા છે કહી યુવાનનું ફોરચ્યુનર કારમાં અપહરણ કરી રાજવીરના ઘરે લઈ ગયા હતા.

યાં આરોપીઓ પૈકી રાજવીરે તેની પાસે રહેલ પિસ્તોલ જેવી નાની બંદૂક હોય તેમાં કાર્ટીસ ભરી અને યુવાનને ડરાવતો હતો બાદમાં આરોપીએ તેને પરત કારમાં બેસાડી વીંછિયા રોડ ત્યાંથી લીલાપર રોડ પર લઈ ગયા હતા. રસ્તામાં પણ ધમકાવી હથિયાર બતાવી ડરાવતા હતા. બાદમાં રાજવીરે ચાલુ વાહને કાચ ખોલી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કયુ હતું અને આટલી વાર લાગે તેમ કહ્યું હતું. એટલું જ નહીં આરોપીએ યુવાનને બંદૂક બતાવી ડોકટર રામાણીને ફોન કરવાનું કહેતા યુવાને કોલ કર્યેા હતો. આ સમયે ફોન સ્પીકર પર રાખવાનું કહેતા અને ડોકટર રામાણી સાથે વાત કરી હતી. ડોકટર રામણીએ પણ આરોપીઓને તેને છોડી દેવા વિનંતી કરી હતી. બાદમાં આરોપીઓએ યુવાનને તેના ઘર નજીક ઉતારી ઘર અંદર લઈ ગયા હતા યાં ફરીથી તારી સોડા શોપ સવારે ખુલવી જોઈએ નહીં તેની ચાવી મંગાવી છે તેમ કહેતા તેના કર્મીને ફોન કરી ચાવી મંગાવતા આરોપીએ રાખી લીધી હતી અને બીજી તરફ ડોકટર રામાણીએ દીપકભાઈ ગીડાને ફોન કરતા તે ત્યાં આવી જતા આરોપીઓએ ત્યારે ચાવી પરત આપી દીધી હતી અને બાદમાં તેને બાઈકમાં હોસ્પિટલે મૂકી ગયા હતા. બાદમાં યુવાને આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે જસદણ પોલીસે આરોપીઓ સામે અપહરણ,મારામાર અને આમ્ર્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે ટી.બી.જાનીની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News