પોરબંદરના ભારવાડા પંથકની સગીરાના અપહરણ સહિત પોકસો વગેરે કલમો હેઠળ અમરેલી પંથકના ઇસમ સામે ગુન્હો નોંધાયો હતો તેને પોરબંદરની પોકસો કોર્ટે આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે તથા વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત ૫ લાખ ૫૦ હજારનુ વળતર ચુકવવા પણ કોર્ટે હુકમ કર્યો છે.
આ કામના ફરીયાદીએ પોતાની ઉ.વ.૧૩ વર્ષની દીકરીને ગઇ કાલે તા. ૭-૨-૨૦૨૨ના કલાક ૧૨ વાગ્યાના આરસામાં આરોપીઓએ ભોગ બનનારને ભારવાડા મુકામેથી તેના કાયદેસરના વાલીપણામાંથી ફરયાદીની જાણ બહાર ભોગ બનનારને લલચાવી, ફોસલાવી તેણીનું અપહરણ અપનયન કરી ગયેલ હોવાની ફરીયાદ આ કામના ફરીયાદી આપતા બગવદર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોકસો એકટની કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલહતો.
આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સદર ગુનામાં તપાસની કાર્યવાહી હાથ ધરી ભોગ બનનાર સગીરા ઉ.વ.૧૩ વર્ષની હોય જેની પૂછપરછ કરી તેણીનું વિગતવારનુ નિવેદન લઇ ભોગ બનનારની મેડિકલ તપાસણી કરાવડાવી તેણીનુ સી.આર.પી.સી. કલમ ૧૬૪ મુજબનુ નિવેદન લેવડાવવામાં આવેલ તેમજ ભોગ બનનારના કપડા અને મેડિકલ સેમ્પલ મેળવવામાં આવેલ તેમજ ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલ શેરસીંગ ડોડવે, રહે.મોહનભાઇ રાદળીયાની વાડીએ પીઠા કોટડા ગામ, તા. બાવરા, જિલ્લા અમરેલીનાને રાણાવાવના તત્કાલીન સી.પી.આઇ. એચ. એલ. આહીર કે જેઓ હાલ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓએ વડોદરા શહેરને પોતાના સુપરવીઝનમાં કર્મચારીઓની ટીમ બનાવી આરોપીને શોધી કાઢી આ ગુનાના આરોપીની અટકાયત કરી ગુનામાં કડીપ સાંયોગિક, મેડિકલ તેમજ ટેકનીકલ નકકર પુરાવાઓ મેળવવામાં આવ્યા. સાહેદોના વિગતવારના નિવેદન લઇ જરી પંચનામા કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ભોગ બનનારને આ બનાવ થકી શારીરિક અને માનસિક આઘાત અને ઇજા પહોંચેલ હોય તેવા કિસ્સાઓમાં ગુજરાત સરકારની વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ ૨૦૧૯માં ભોગ બનનારને વળતર ચુકવવાની જોગવાઇ કરવામાં આવેલ હોય જે અનુસંધાને ભોગ બનનારને ા. ૫,૫૦,૦૦૦ (પાંચ લાખ પચાસ હજાર)નું વળતર ચુકવવા કોર્ટમાંથી હુકમ કરવામાં આવેલ છે.
સજાની વિગત
સદર ગુનાની કોર્ટમાં ઇન્સાફી કાર્યવાહી કરનાર ન્યાયાધીશ પોરબંદરના સ્પેશ્યલ (ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સીસ એકટ) જજ કે.એ. પઠાણને આ ગુનાના સબળ અને વિશ્ર્વસનીય મૂળભુત પુરાવાઓના આધારે કેસ સફળ થવાની તેમજ સગીર વયની બાળકીઓ સાથે આ પ્રકારના અપહરણના તથા બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોય છે. જેની અસર સમગ્ર સમાજ પર થતી હોય છે અને દિન પ્રતિદિન શારીરિક સતામણી અને જાતીય સતામણી, બળાત્કારના ગુનાઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઇ રહેલ છે જે ધ્યાને લઇ આરોપીને નામદાર કોર્ટ દ્વારા નીચે મુજબની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩ મુજબના ગુના સબબ પાંચ વર્ષની સખત કેદની સજા અને ા. ૫૦૦૦ દંડ કરવામાં આવેલ છે.,આ કામના આરોપીને ભારતીય દંડ સંહિાની કલમ ૩૬૬ મુજબના ગુના સબબ પાંચ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલ છે અને ા. ૨૦૦૦ દંડ કરવામાં આવેલ છે.,આ કામના આરોપીને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ની કલમ-૪ મુજબના ગુના અન્વયે ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલ છે અને ા. ૭૦૦૦ દંડ કરવામાં આવેલ છે.,આ કામના આરોપીને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ની કલમ ૬ મુજબના ગુના અન્વયે ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલ છે અને ા. ૭૦૦૦ દંડ કરવામાં આવેલ છે.,આ કામના આરોપીને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિશયમ-૨૦૧૨ની કલમ ૮ મુજબના ગુના અન્વયે પાંચ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલ છે અને ા. ૫૦૦૦નો દંડ કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ કરનાર તત્કાલીન અધિકારી પોલીસ ઇન્સપેકટર એચ.એલ. આહીર, સી.પી.આઇ. રાણાવાવ કે જેઓ હાલ નવાપુરા પોલીસ સ્ટેશન, વડોદરા ખાતે ફરજ બજાવે છે. તેમને અને તેમની ટીમને બિરદાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech