પોરબંદરમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની પડી જેલની સજા

  • November 27, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુળ ભોમિયાવદર અને હાલ દેગામના વાડી વિસ્તારમાં રહેતા ઇસમને વેપારીને આપેલ પંદર લાખની સોપારીનો ચેક રીટર્ન થતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ થઇ હતી કાર્યવાહી
આજકાલ પ્રતિનિધિ-પોરબંદર
પોરબંદરમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા પડી છે.
પોરબંદરમાં સોપારીના એક વેપારીએ મુળ ભોમિયાવદરના અને હાલ દેગામ ગામના વાડી વિસ્તારમાં રહેતા અરજણ કારા  ઓડેદરા નામનો શખ્સ અગાઉ બોખીરા વિસ્તારમાં મઢુલી પાન નામની દુકાન ધરાવતો હતો,ત્યારે શહેરના એક વેપારી પાસેથી તેણે ઉધારમાં ‚પિયા ૧૫ લાખની સોપારી લીધી હતી અને સામે લખાણ તેમજ ચેક પણ આપ્યો હતો,ત્યારે વેપારીએ પૈસા માટે આ ચેક બેંકમાં નાખતા ચેક રીટર્ન થયો હતો,ત્યારબાદ પણ આ સજ્જન વેપારીએ વારંવાર પોતાના હકના પૈસાની ઉઘરાણી કરી હતી,છતાં પણ આ શખ્સે પૈસા ના ચુકવતા અંતે વેપારીને કોર્ટનું શરણું લેવું પડ્યું હતુ,જેમાં આ ચેક રીટર્નનો કેસ ચાલી જતા એડીશનલ સિવિલ કોર્ટે આરોપી અરજણ કારા  ઓડેદરા નામના શખ્સને એક વર્ષની કેદ તેમજ વેપારીને રૂપિયા ૩૦ લાખ ચુકવવા આદેશ કર્યો છે અને જો રકમ ન ચુકવે તો વધુ ૩ માસની સજા ફટકારતો હુકમ કર્યો છે.એડવોકેટ અનિલ સુરાણીએ ધારદાર દલીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application