જામનગરમા ૫૦ હજાર ની રકમનો આપવામાં આવેલ ચેક પરત ફરવાનાં કેસ મા આરોપીને છ માસની સજાનો અદલતે આદેશ કર્યો છે.
જામનગરનાં ભરત ગોરધનદાસ નંદા પાસે થી મનીષ હરસુખલાલ ભદ્રા એ સંબધના દાવો મનીષ હરસુખલાલ ભદ્રાને રૂા. ૫૦,૦૦૦ ની રકમ હાથ ઉછી ની ના લીધી હતી. અને તે રકમ ની પરત ચુકવણી અર્થે ચેક લખી આપવામાં આવ્યો હતો. જે ચેક બેંક માંથી પરત ફર્યો હતો. આ થી આ ભરત નંદા ધ્વારા આરોપી વિરૂધ્ધ નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ મુજબ ની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
જે ફરીયાદ ચાલી જતા કોર્ટ ઘ્વારા ફરીયાદી ના વકીલ ની દલીલો ને ધ્યાને લઇને જામનગરની સ્પે નેગીસીએબલ કોર્ટ ધ્વારા આરોપી મનીશ હરસુખલાલ ભદ્રા ને તકસીરવાર ઠરાવી ને છ માસની સજા તથા ચેક ની રકમ મુજબ નો દંડ અને તે દંડ ની રકમ ફરીયાદીને વળતરીકે ચુકવી આપવાનો અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૧ માસ ની સજા નો હુકમ કર્યો હતો.
આ કેસ માં ફરીયાદી તરફે વકીલ નયન એચ કનખરા તધા કપીલ એન. વસીયર રોકાયા હતા.
**
વચગાળાનું ભરણપોષણની અરજી નામંજૂર
ભાવિનભાઈ અજમેરીયાના પત્નીએ તેઓ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ તથા અન્ય રાહત મેળવવા કેસ કરેલો, જે વચગાળાની અરજી નો પતિ તરફે વિરોધ કરવામાં આવેલ અને પોતાનાં વકીલ અનિલ જી. મહેતા મારફત રજૂઆતો કરેલ, જે રજૂઆતો ગ્રાહ્ય રાખી જામનગર ની એડી. સિનિયર સિવિલ કોર્ટ એ પત્નિ ની વચગાળાનું ભરાણપોષણ માંગતી અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે. આ ચર્ચાસ્પદ કેસ ની વધું રસપ્રદ બાબત એ છે કે આજ પતિ પત્નિ ના છૂટાછેડા ના કેસમાં પણ પત્નીએ માંગેલ ભરણપોષણ અગાઉ ફેમિલી કોર્ટ એ નામંજૂર કરેલ હતું. પત્નિ પીડિત પતિ તરફે વકીલ અનિલ જી. મહેતા સાથે તેમની ટીમના વકીલ વિવેક જાની, અર્જુનસિંહ સોઢા, અને ભરત ચુડાસમા રોકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech