મહિલા સાથે વાતચીત બાબતે યુવાનની કરપીણ હત્યાના આરોપીને આજીવન કેદ

  • October 10, 2023 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં બાપુનગર વિસ્તારમાં આઠ વર્ષ પૂર્વે કારખાનાની ઓરડીઓ પાસે મહિલા સાથે વાત કરવા બાબતે શ્રમિકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના ગુનામા કોર્ટે અન્ય શ્રમિક આરોપીને આજીવન કેદની સજા અને .૧૦ હજારનો દંડનો હત્પકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ, ગઈ તારીખ ૧૭ ૧૨ ૨૦૧૫ના રોજ બનેલા બનાવમાં શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલા જયશ્રી એન્જિનિયરિંગ વર્કસ નામના કારખાનામાં ઉપરના ભાગે ઓરડીમાં રહેતા શ્રમિકો પૈકી ધર્મરાજ ઉર્ફે ધર્મપાલ રામલોચન પાસી નામનો ૩૨ વર્ષનો યુવાન સાથે કામ કરતી વતનના રાયની દુર્લભદેવી પરમેશ્વર ચૌહાણ નામની શ્રમિક પરિણીતા સાથે વાત કરતો હતો, તે દરમિયાન દીનાનાથ ઉર્ફે દર્શન અયોધ્યાપ્રસાદ ચૌહાણ ત્યાં ધસી આવીને દુર્લભદેવી ચૌહાણ સાથે વાત કરવા મુદ્દે ધર્મરાજ ઉર્ફે ધર્મપાલ પાસી સાથે ઝઘડો કરી છરી વડે હત્પમલો કર્યેા હતો અને ધર્મરાજ ઉર્ફે ધર્મપાલ પાસીને ગળા, છાતી અને પેટના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી.

ઘટનાની જાણ થતાં જ કારખાનેદાર વિજયભાઈ મોહનભાઈ સોરઠીયા દોડી આવ્યા હતા અને હત્યારા આરોપી દીનાનાથ ઉર્ફે દર્શન ચૌહાણ લોહીવાળી છરી સાથે પકડીને કારખાનાની ઓરડીમાં પૂરી દઇ બાદમાં પોલીસ હવાલે કરી દીધો હતો. આ અંગે ભકિતનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દીનાનાથ ઉર્ફે દર્શન ચૌહાણની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સુચનાથી જેલ હવાલે કર્યેા હતો, દરમિયાન કેસની તપાસ પૂર્ણ થતા તપાસ અધિકારી દ્રારા પૂરતા પુરાવા મેળવી આરોપી વિદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કયુ હતું. આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્રારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદા તેમજ ડોકટર, એફએસીએલ, તપાસ અધિકારી અને સંયોગીક પુરાવા સહિત ૧૭ જેટલા સાક્ષીઓની જુબાની તેમજ મૃતકના એ બી પોઝિટિવ બ્લડ ગ્રુપ તેના કપડાં અને છરી સાથે મેચ થતાં હોવાનું ધ્યાને લઇ હત્યાના ગુનામાં આરોપી ધર્મરાજ ઉર્ફે ધર્મપાલ પાસીને આજીવન કેદની સજા અને .૧૦ હજારનો દંડનો હત્પકમ કર્યેા હતો અને જો આરોપી .૧૦ હજારનો દડં ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હત્પકમ ફરમાવ્યો હતો. આ કેસમાં એક તબક્કે બચાવ પક્ષ દ્રારા આરોપી મગજનો અસ્થિર હોવાનું જણાવી છોડી મૂકવાનો રાખેલો આગ્રહ કોર્ટે સ્વીકાર્યેા ન હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સ્મિતાબેન અત્રી અને પ્રશાંત પટેલ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application