દરેડની સોસાયટીના ૧૪.રપ લાખની ઉચાપતમાં આરોપીની ધરપકડ

  • July 29, 2023 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક દિવસના રીમાન્ડ બાદ જેલમાં મોકલવા તજવીજ

જામનગરમાં એક સોસાયટીના મુખ્ય પ્રયોજકે સભાસદોના રૂપિયા ૧૪.રપ લાખની માતબર રકમની ઉચાપત કરવા સબબ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડી પાડી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાન્ડ મંજુર થયા હતા દરમ્યાન આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ વિભાપર અને હાલ જામનગરમાં મેહુલનગર, દેવપાર્ક, અંતરિક્ષ રેસિડેન્સી, બી વિંગ, બ્લોક નંબર ૧૧૦૧ ખાતે રહેતાં સુરેશભાઈ કરમશીભાઈ સંઘાણી શિવમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઓનર્સ સર્વિસ કો. ઓપ. સોસાયટી લિમિટેડજામનગરના મુખ્ય પ્રયોજક હોય તેને સોસાયટીના સભાસદોએ ભરોસા પર સોસાયટીના હિત માટે રૂપિયાનો વહીવટ સોંપેલ હોય, દરમ્યાન સુરેશભાઈએ પોતાના અંગત સ્વાર્થ માટે સોસાયટી લિમિટેડના બેંક એકાઉન્ટના ચેકોનો બદદાનતથી પોતાના અંગત ઉપયોગ માટે દુરુપયોગ કરી રૂા. ૧૪.રપ લાખની રકમની ઉચાપત કરી અન્યને ચેકો આપી દઈ આર્થિક નુકશાન પહોંચાડવા સબબ ભરતભાઈ મગનભાઈ દ્વારા સુરેશભાઈ સંઘાણી સામે પંચકોષી ’બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આઈપીસી કલમ ૪૦૩, ૪૦૬ અને ૪૦૯ મુજબ ગુન્હો દાખલ કરી પીએસાઈ મોરીએ આગળની તપાસ હાથ ધરી હતી, દરમ્યાન આરોપીને પકડી પાડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application