પોરબંદરમાં વીજચોરીના બે કેસમાં આરોપીનો થયો નિર્દોષ છૂટકારો

  • September 21, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં વીજચોરીના બે કેસમાં આરોપીનો  નિર્દોષ છૂટકારો થયો છે.
બનાવની વિગત એવી છે કે આરોપી ચીમન નરશી મકવાણા દ્વારા ફેબ્રુઆરીએ-૨૦૨૧ અને ડિસેમ્બર -૨૦૨૧ પોતાના કબ્જાવાળા મકાનની બાજુમાં  આવેલ વીજપોલમાંથી વીજચોરી કરેલ હતી. ગેરકાયદેસર હુક નાખીને પાવરચોરીનો ગુન્હો બે વાર દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે બંને કેસમાં ચાર્જશીટ રજૂ થતા અને આરોપીને સમન્સ મળતા આરોપી ચીમન નરશી મકવાણા દ્વારા પોરબંદરના એડવોકેટ જગદીશ માધવ મોતીવરસની નિમણૂંક કરવામાં આવેલી. ત્યારબાદ કેસ ચાલતા દરમ્યાન બચાવપક્ષે એવી દલિલ કરવામાં આવેલી હતી કે આરોપી જે રહેઠાણમાં રહે છે તેનો પુરાવો રજૂ કરેલ નથી. પંચો દ્વારા  જે પંચનામુ કરેલ છે. તેમાં પોતાની સહી સિવાય કોઇ બાબત જાણતા નથી. ખુદ ફરિયાદીએ એવા પ્રકારનો પુરાવો આપેલ છે કે, અમો ચેકીંગ દરમિમયાન બનાવના સ્થળ ઉપર હાજર હતા નહી. અમો આરોપીને ઓળખતા નથી. જેથી બંને ફરિયાદમાં  ફરિયાદપક્ષ પોેતાનો કેસ પુરવાર કરી શકે તેવા કોઇ પુરાવા રજૂ કરેલ નથી. વગેરે દલીલો ધ્યાને લઇ પોરબંદરની ડિસ્ટ્રિીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ધી ઇન્ડિયન ઇલેકટ્રીસીટી એકટ કલમ-૧૩૫ (વીજચોરી)ના ગુન્હાના આરોપી બંને કેસમાં નિર્દોષ કરવાનો હુકમ આપેલછે. 
આરોપી તરફે પોરબંદરના એડવોકેટ જગદીશ માધવ મોતીવરસ ઓફિસમાંથી દર્શનાબેન પુરોહિત રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application