ગુજરાતમાં મહિલા અનામત અને નવા સિમાંકન મુજબ મહિલા માટેની બેઠક ૧૩થી વધી ૭૬ થશે

  • September 20, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના સંસદ મા લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩% અનામત રાખવાનું વિધેયક રજૂ કયુ આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ નવા સીમાંકનમાં કરવામાં આવશે પ્રાથમિક અનુમાન મુજબ નવા સીમાંકનથી ભારતમાં લોકસભાની ૫૪૩ માંથી ૮૦૦ બેઠક થશે તે જ પ્રમાણે ગુજરાત વિધાનસભાની બેઠકો પણ ૧૮૨ માંથી ૨૩૦ થવાની ધારણા કરવામાં આવી રહી છે જો ૧૮૨ માંથી ૨૩૦ બેઠકો થાય તો તે સ્થિતિએ ૩૩ ટકા મહિલા અનામત દાખલ કરવામાં આવે તો ગુજરાત રાયમાં ૭૬ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.નવા સીમાંકન મુજબ લોકસભાની બેઠકો ૮ થાય તો ગુજરાતમાં ચૂંટાયેલા સાંસદોની સંખ્યા ૨૬ માંથી ૪૨ ની આસપાસ રહેશે જો તેમાંથી ૩૩ ટકા મહિલા અનામત થાય તો ૧૪ બેઠક મહિલાઓને અનામત આપવું પડશે સંસદમાં રજૂ થયેલા ૩૩% અનામત બિલ ની સુધારાથી ગુજરાતને મજબૂત લાભ મળશે કારણ કે ગુજરાતમાં થતા ૧૨ વર્ષથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ૫૦% મહિલા અનામત નો અમલ છે.હાલ ગુજરાત વિધાનસભામાં ૧૮૨ માંથી ૧૩ મહિલા ધારાસભ્ય છે જે કુલ બેઠકના માત્ર સાત ટકા થવા જાય છે લોકસભામાં ૨૬ માંથી ચાર મહિલા સાંસદો છે જે કુલ બેઠકના ૧૯% થવા જાય છે. લોકસભામાં અત્યાર સુધી સૌથી વધુ મહિલાઓને પ્રતિનિધિ તો મળ્યું છે.અત્રે નોંધવું જરી છે કે ગુજરાત સરકારે તેના ધારાસભ્યોના આવાસમાં પણ ધ્યાનમાં રાખીને બ્લોક બનાવ્યા છે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બની રહેલા નવા આવાસમાં મંત્રીમંડળ અને પદાધિકારીઓ સિવાય ૧૬૫ ના બદલે ૨૧૪ જેટલા આવાસ નિર્માણ કરી રહ્યા છે યારે લોકસભાની સાંસદોની બેઠક ક્ષમતા ૮૮૮ રખાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application