ઉના નજીક બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત: યુવાનનું મોત

  • September 06, 2024 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉના નજીક ગીરગઢડા રોડ પર રાત્રીના સમયે બાઈક અને ટ્રેકટર વરચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ટ્રેકટર નિચે દબાઈ જતાં ઘટના સ્થળેજ મોત નિપયું હતું. જયારે ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી નાશી ગયેલ. જોકે આ અકસ્માત સર્જાતાં વાહનમાં આગ ભભુકી ઉઠતા તાત્કાલિક ફાયબ્રિગેડની મદદથી આગને કાબૂમાં લઈ આગ બુઝાવી હતી.
ઉનાના વરસિંગપુર ગામે રહેતો કૃણાલ પ્રતાપભાઈ સોલંકી પોતાની બાઈક પર ઉના ગીરગઢડા રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ટ્રેકટર ચાલકે બાઈકને હડફેટે લેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક ટ્રેકટરની નીચે આવી જતા તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજયું હતું.
જયારે ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ અકસ્માત સર્જાતાં સ્થાનિક વાહન ચાલકોએ ટ્રેકટર નીચે દબાયેલ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જનાર ટ્રેકટરમાં પણ આગ લાગતાં ઉના નગર પાલિકા ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. યુવાનનું પી એમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ  આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરવા તજવીજ શ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application