વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રેણીબધં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સવારે તેઓ ગાંધીનગરના વાવોલ ખાતેની એક ખાનગી રહેણાક સોસાયટીમાં સોલાર પ્રોજેકટ નિહાળ્યો હતો. ત્યારબાદ સવારે ૧૦:૩૦ વાગે તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલી ચોથી રિન્યુએબલ એનર્જી પરિષદ તથા એકસપોનું ઉદઘાટન કયુ હતું તથા ત્યાં મોટી સંખ્યામાં હાજર રહેનારા રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસના દેશ વિદેશના પ્રમોટરોને સંબોધન કયુ હતું. બપોરે તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી આશરે આઠ હજાર કરોડના વિવિધ પ્રોજેકટસનું ખાતમુહર્ત તથા ઉધ્ઘાટન કયુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના સમગ્ર દિવસના કાર્યક્રમમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એનર્જી કોન્ફરન્સ ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૮,૦૦૦ કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહર્ત યોજાયા હતાં. આ માટે થઈને છેલ્લ ા એક સાહથી અમદાવાદ મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્રારા કાર્યક્રમને આખરીઓ આપવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજે એક લાખ લોકો એકત્રિત થયા હતાં. જેમના માટે વોટર પ્રુફ ટેનટ બનાવવાયો છે. ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગઈ કાલથી ગુજરાતના પ્રવાસે છે આજે સમગ્ર દિવસ દરમિયાન તેમના પાંચ મહત્વના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રેણી બધા કાર્યક્રમો સાંજે છ વાગ્યે પૂર્ણ થશે ત્યારબાદ રાજભવન ખાતે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે આજના સમગ્ર દિવસ દરમિયાન પાંચ જેટલા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે.વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને ૫૦૦ ગીગા વોટ સુધી પહોંચાડવામાં રિ–ઈન્વેસ્ટ–૨૦૨૪ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અહીં નોંધવું જરી છે કે દિલ્હીની બહાર પ્રથમ વખત આરઈ ઇન્વેસ્ટમેન્ટ સમીટ યોજાઇ રહી છે
આ સમિટ દરમિયાન વિવિધ વિષયો પર ૪૦થી વધુ સેશન યોજાશે વિવિધ દેશ–રાયના મંત્રીઓ ડેલીગેશન સાથે આ સમિટમાં સહભાગી થશે. ત્રિદિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એકિઝબિશન પણ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે આ ઇન્વેસ્ટર્સ સમિટનો શુભારભં કરાવ્યો હતો.યારે, ૧૮ સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્ર્રપતિ જગદીપ ધનખડ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
વર્ષ ૨૦૧૪માં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા માત્ર ૭૬ ગીગા વોટ હતી, જે આજે વધીને ૨૦૩ ગીગા વોટ સુધી પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને ૫૦૦ ગીગા વોટ સુધી પહોંચાડવાનો લયાંક નક્કી કર્યેા છે. જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતને આશરે . ૩૦ લાખ કરોડના રોકાણની જરિયાત છે. ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં અને વડાપ્રધાનશ્રીના ૫૦૦ ગીગા વોટના લયાંકને સિદ્ધ કરવામાં રિ–ઈન્વેસ્ટ–૨૦૨૪ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, પ્રથમવાર રિ–ઈન્વેસ્ટ સમિટ દિલ્હીથી બહાર, ગુજરાતમાં યોજાઈ રહી છે.
વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૦ વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી–ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શઆત કરાવી હતી. બપોરે ૧૨ વાગ્યે રાજભવન ગયા હતાં. ત્યારબાદ બપોરે ૧:૩૦ વાગ્યે અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપી હતી. સેકટર ૧થી ગિટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. બપોરે ૩:૩૦ વાગ્યે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. યાં ૮ હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech