જામ્યુકોના વિપક્ષની કચેરીમાં સગવડોની ભરમાર: 14 નગરસેવકો વચ્ચે 4 પટ્ટાવાળા

  • May 06, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જલ્સા કર બાપુ જલ્સા કર...લોકો જાય તેલ લેવા જલ્સા કર...!: 3થી 4 વિપક્ષી નગરસેવકો આવતાં હોય છતાં પણ 4-4 પટ્ટાવાળાઓ ઓફીસ અને બહારનું કામ સંભાળે છે: મેયર, દંડક અને ડે.મેયર વચ્ચે પાંચ, શાસક પક્ષના નેતાને એક, ચેરમેન અને તેની ઓફીસમાં ત્રણ પટ્ટાવાળા કાર્યરત


જામનગર મહાપાલિકામાં ખરી રીતે શાસક પક્ષના પદાધિકારીઓની ચેમ્બરો ઝાકમઝોળવાળી હોવી જોઇએ તેના બદલે વિપક્ષી ઓફીસમાં માત્ર 11 કોંગ્રેસ અને 3 બસપાના નગરસેવકો છે, માત્ર 4-5 નગરસેવકો કચેરીમાં પગલા માંડે છે, પરંતુ તેની સેવા-ચાકરી કરવા માટે ઓફીસ અને બહારના કામ કરવા માટે ચાર-ચાર પટ્ટાવાળાઓ કાર્યરત છે, ખરેખર શાસક પક્ષના પદાધિકારીઓને મળતી સગવડતા કરતા વિપક્ષની ઓફીસમાં રહેલી સગવડ તો વધુ છે તે હકીકત છે.


વિપક્ષી ચેમ્બરની વાત લઇએ તો આલીશાન હોટલના મ હોય તેવી ચેમ્બર કાર્યરત છે, સરસ મજાના સોફા છે, તાજેતરમાં જ નેતા સહિતની ખુરશીઓ નવી નકોર રાખવામાં આવી, હજારોના ખર્ચે ઝાઝમ પાથરવામાં આવી, સા કહેવાય આ બધી સગવડો વિપક્ષને પણ મળે છે, ત્યારે હાલમાં 11 નગરસેવકો કોંગ્રેસ વતી ચૂંટાયેલા છે અને કોંગ્રેસમાં પણ ત્રણ ભાગ હોવાના કારણે અમુક-અમુક કોર્પોરેટરો કયારેક-કયારેક દર્શન આપે છે. પરંતુ 4 થી 5 નગરસેવકો માટે ચાર-ચાર પટ્ટાવાળાઓ કાર્યરત છે છતાં પણ ઘણીવાર કહેતા હોય છે કે અમોને સગવડ મળતી નથી.


એટલું જ નહીં મેયર કાયર્લિય અને ચેરમેનના કાયર્લિયની બાજુમાં ચા, કોફીનું મશીન છે એટલે સસ્તામાં ચા-કોફી મળે છે, ચેરમેન તો પોતાના ખર્ચે સુપનું પડીકુ મંગાવીને લોકોને પીવડાવે છે, જયારે વિપક્ષની કચેરીમાં તો લાલ બંગલા પાસેની એક ભાજપના પૂર્વ પદાધિકારીની હોટલમાંથી ચા-કોફી આવે છે અને તેઓને તો ખરેખર જલ્સા જ છે. બોર્ડમાં વિપક્ષો ઘણીવાર કહેતા હોય છે કે અમારી ફરિયાદો કોઇ સાંભળતું નથી, પરંતુ એવું નથી, ફરિયાદો પણ સંભળાય છે, વિપક્ષના નગરસેવકોના કરોડોના કામો ભૂતકાળમાં પણ પાસ થયા છે અને હાલમાં પણ વિકાસના કેટલાક કામો ચાલી રહ્યા છે.


મેયર ઓફીસની વાત લઇએ તો મેયર, ડે.મેયર, દંડક આ વિસ્તારમાં બીરાજે છે અને તેમના માટે ત્રણેય વચ્ચે પાંચ પટ્ટાવાળાઓ ફાળવવામાં આવ્‌યા છે જયારે શાસક પક્ષના નેતાને એક અલગથી પટ્ટાવાળો ફાળવાયો છે, કેટલીક વખત એવી કાગારોળ મચાવવામાં આવે છે કે, કોર્પોરેશનમાં 30 થી 40 ટકા જગ્યા ખાલી છે, આઉટ સોર્સથી ભરતી કરવામાં આવે છે, પરંતુ શાસક પક્ષ અને વિપક્ષના મહાનુભાવોને જે સગવડતા મળે છે તે તો ખરેખર જોરદાર છે, કારણ કે વિપક્ષની મુખ્ય ઓફીસ, એન્ટી ચેમ્બર અને વિરોધ પક્ષના ઉપનેતાની ચેમ્બર પણ એરક્ધડીશનર છે, જયારે સ્ટે.ચેરમેનની કચેરી અને બાજુમાં રહેલી એક કચેરીમાં એસી છે.


હવે તો ઉનાળો આવ્યો છે ત્‌યારે કેટલાક લોકો સમય પસાર કરવા અને એસીની ઠંડક લેવા માટે શાસક અને વિપક્ષની ઓફીસમાં આવીને મન પ્રફુલીત કરે છે. પાંચ-છ કોર્પોરેટરો મહાપાલિકામાં પગલા પાડે છે તે પણ હકીકત છે, આમ સરવાળો કરીએ તો શાસક પક્ષ કરતા વિપક્ષી સભ્યોને સારી સગવડો મળે છે છતાં પણ ઘણી વખત વિપક્ષી સભ્યો કાગારોળ મચાવતા હોય છે. જનરલ બોર્ડમાં પત્રકારો હાજર હોય ત્યારે વિપક્ષી સભ્યો શોરબકોર કરતા હોય છે અને પાછળથી મેયર, ડે.મેયરની ચેમ્બરમાં આનંદની છોળો ઉડાડતા ચા-કોફી પીતા હોય છે, આને જ કહેવાય રાજકારણ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application