શહેરના ચાર ઝોનમાં પાઇપલાઇન સીફટીંગને કારણે 70 હજાર જેટલા ઘરો આજે પાણી વિહોણા

  • October 31, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી રાબેતા મુજબ પાણી વિતરણ થશે: નવાગામ ઘેડ, બેડી, સોલેરીયમ અને સમર્પણ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ કરવા કોર્પોરેશને કર્યો નિર્ણય


જામનગર મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં અવારનવાર પાઇપલાઇન સીફટીંગ અને અન્ય બહાને પાણી વિતરણ બંધ કરી દેવામાં આવે છે જેનાથી લોકો પરેશાન થાય છે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા નિર્ણયો મહાપાલિકાએ કરવા જોઇએ, એકીસાથે ચાર-ચાર ઝોનમાં પાણી વિતરણ ન થતાં બહેનોને મુશ્કેલી પડી હતી, 70 હજાર જેટલા ઘરોમાં આજે પાણી નહીં મળે, આવતીકાલથી રાબેતા મુજબ પાણી વિતરણ શ કરવામાં આવશે, નવાગામ ઘેડ, બેડી, સોલેરીયમ અને સમર્પણ ઝોનમાં પાણી વિતરણ ન થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે.


મહાપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલની એક અખબારી યાદીમાં જણાવાયું છે, આજે સાતરસ્તા સર્કલ પાસે ઓવરબ્રિજના કામમાં નડતર પ પીવાના પાણીની પાઇપલાઇનનું સીફટીંગ કરવામાં આવેલ છે અને તેનું જોડાણ પણ આજે કરવામાં આવશે ત્યારે નવાગામ ઘેડ, બેડી, સોલેરીયમ અને સમર્પણ ઝોનમાં પાણી વિતરણ બંધ રહેશે.


આ ઉપરાંત ખડખડનગર, વિનાયક પાર્ક, જોસોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિઘ્ધેશ્ર્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઇન્દીરા-એ, મધુવન સોસાયટી, ઇન્દીરા-બી, આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશિષ-4, 5, કબીરનગર, જશવંત સોસાયટી, નાઘેરવાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, વિમલ પાર્ક ઉપરાંત બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો થરી-1, 2, ઇકબાલ ચોક, શેરે રઝા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ, ચાંદની ચોક, કરીમ જામનું નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયાવાલો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલીનગર 1 થી 7, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગર, પાણાખાણ જુનુ, એકડેએક બાપુ વિસ્તારનો સમાવેશ થાય છે.

સોલેરીયમ ઝોન-એ હેઠળ આવતા વાલ્કેશ્ર્વરીનગરી, સ્વસ્તીક સોસાયટી, પારસ સોસાયટી, સદગુ કોલોની, હિંમનગર 1 થી 5, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્ર્વરનગર, માતૃઆશિષ સોસાયટી, પટેલકોલોની 1 થી 8, રોડ નં.4, પટેલવાડી તેમજ સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ઓશવાળ 2, 3, 4, પટેલનગરી, કેવલીયા વાડી, શિવમ સોસાયટી, મહાવીર પાર્ક, સિઘ્ધી પાર્ક, ગોકુલધામ, દવાબજાર, જોઇસર પાર્ક, વાસાવીલા, મયુર વિલા, પંડીત દિનદયાલ આવાસ, ધરારનગર-એ આ તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. પ્રથમ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ  કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application