શાપર વેરાવળમાં માસૂમ બાળકી પર ન થવાની ઘટના સહેજમાં ઘટતી અટકી છે, શ્રમીક મહિલાની પાંચ વર્ષીય નિંદ્રાધીન માસુમ બાળકીને મધરાતે માતાના પડખામાંથી રાજકોટનો શખસ ઉઠાવીને ભાગ્યો હતો. જોકે નજીકમાં જ સીકયોરીટી ગાર્ડની નજર પડતા આરોપી રંગેહાથ પકડાઇ ગયો હતો. શાપર-વેરાવળ પોલીસે આરોપી રાજકોટના શખસ સામે અપહરણનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પોલીસના વર્તુળોમાંથી મળેલી વિગતો મુજબ શાપર-વેરાવળમાં કચરો વીણીને ચાર બાળકીનું ગુજરાન ચલાવીને ફુટપાથ પર જ રહેતી મહિલાને રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે રહેતા રવિ પરમાર નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત પ્રમાણે મહિલાને ચાર સંતાનો છે અને શાપરમાં દુકાનના ઓટલા ઉપર રહીને કચરો વીણી ચારેય બાળકીઓ સાથે જીવન ગુજારે છે. ગઇકાલે રાત્રે મહિલા અને ચારેય બાળકો સુતા હતાં એવા સમયે મોડી રાતે મહિલાના પડખે રહેલી તેની પાંચ વર્ષની પુત્રીને ઉઠાવીને રવિ ભાગ્યો હતો. બાળકી નિંદ્રામાંથી જાગી જતાં રડવા લાગી હતી.
રડતી બાળકીને લઇને જતા શખસને જોઇને નજીકમાં એક સીકયોરીટી ગાર્ડને કંઇક અજુગતું હોય તેવું લાગ્યું હતું તેણે તુર્ત જ આ શખસને અટકાવ્યો હતો અને બાળકી કેમ રડે છે અને અત્યારે કયાં જાય છે તેવું પુછતા આ શખસ અચકાઇ ગયો હતો. થોડી જ વારમાં દોડતા દોડતા બાળકીની માતા પણ આવી પહોંચી હતી અને તેણે બાળકી તેની પુત્રી હોવાનું જણાવ્યું હતું. સીકયોરીટી ગાર્ડે તુર્ત જ પોલીસને જાણ કરી હતી અને શાપર પોલીસ દોડી આવી હતી અને આરોપીને પકડી લીધો હતો. મહિલાની ફરિયાદ આધારે ધરપકડની કાર્યવાહી કરી હતી. કયા કારણોસર આ શખસ બાળકીને ઉઠાવી જવાનો હતો સહિતના મુદ્દે આરોપીને પોલીસે પુછતાછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક્સિકો સરહદ પર ઈમરજન્સી લાગુ, શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
January 20, 2025 11:53 PMબાઇડેનના બધા સ્ટુપિડ આદેશો 24 કલાકમાં કરાશે રદ્દ... ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા કરી મોટી જાહેરાત
January 20, 2025 08:25 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech