આધાર બનશે ડિજિટલ હસ્તાક્ષર માટે ડિફોલ્ટ ઓળખકાર્ડ

  • September 30, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકાર ડિજિટલ ઈન્ડિયા બિલ હેઠળ ડિજિટલ રેકોડર્સ, ડિજિટલ કોન્ટ્રાકટસ અને હસ્તાક્ષરોના પ્રમાણીકરણ માટે તમામ નાગરિકોની ડિફોલ્ટ અનન્ય ઓળખ તરીકે આધાર ફરજિયાત કરે તેવી શકયતા છે. સૂત્રોએ જણાવ્યું કે આનાથી ખાનગી ક્ષેત્રમાં પણ આધારનો વ્યાપક ઉપયોગ થશે.ઈલેકટ્રોનિકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે નવા બિલ માટે ડ્રાટ તૈયાર કર્યેા છે. આ ડ્રાટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ, ૨૦૦૦નું સ્થાન લેશે. હાલમાં ડ્રાટ પ્રારંભિક તબક્કામાં છે પરંતુ એક વરિ અધિકારીએ કહ્યું કે તે કાયદાના વ્યાપક સિદ્ધાંતોને અનુપ છે. જો કોઈ નાગરિક ઓટોમેટિક ઓળખ તરીકે આધાર સાથે વેરિફિકેશન પસદં ન કરે, તો આધાર સાથે જોડાયેલા અન્ય અનન્ય ઓળખ અને પુરાવાનો ઉપયોગ કરવામાં આવશે.

ડ્રાટ અનુસાર, કોઈપણ ડિજિટલ હસ્તાક્ષર ત્યારે જ વિશ્વસનીય માનવામાં આવશે યારે તેને આધાર સાથે લિંક કરવામાં આવશે. સરકારની આ પહેલ દેશમાં આધાર આધારિત ઇ–કેવાયસી (નો યોર કસ્ટમર) પ્રક્રિયા પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાને વધુ તીવ્ર બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે તેના સપ્ટેમ્બર ૨૦૧૮ના આદેશમાં ખાનગી કંપનીઓને આધારની બાયોમેટિ્રક સિસ્ટમનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે.બીજા શબ્દોમાં કહીએ તો, કોર્ટે આધારનો અવકાશ માત્ર કલ્યાણકારી યોજનાઓમાં જ વાપરવા માટે મર્યાદિત કર્યેા છે. એક કાનૂની નિષ્ણાતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 'ગત વર્ષે ડિસેમ્બરથી આવી રહેલા સમાચારોમાં આ બિલની વિવિધ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ નવી જોગવાઈઓ હાલના આઈટી એકટનું સ્થાન લઈ શકે છે. પરંતુ સરકાર તરફથી સત્તાવાર માહિતી વિના આ વિષય પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. તેમ છતાં, એવું કહી શકાય કે આધાર સુધારા બિલ, ૨૦૧૯ને તરત જ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
નવા કાયદા હેઠળ સરકાર પાસે અમર્યાદિત સત્તાઓ હોઈ શકે છે. આ કાયદાને ટાંકીને, સરકાર ઓનલાઈન પ્રકાશિત થઈ રહેલી સામગ્રી પર નજર રાખી શકે છે અને તેનું નિરીક્ષણ પણ કરી શકે છે અને તેમાં દખલ પણ કરી શકે છે અને તેને બદલવા અથવા દૂર કરવા માટે કહી શકે છે.


કેન્દ્ર અથવા રાજય સરકાર અથવા અન્ય કોઈપણ અધિકૃત સંસ્થાનો કોઈપણ અધિકારી તેની એજન્સીઓને કોઈપણ ડિજિટલ સિસ્ટમમાં જનરેટ, પ્રસારિત અથવા પ્રા અથવા સાચવેલી માહિતીને કાઢી નાખવા માટે કહી શકે છે. જો સરકારને લાગે છે કે કોઈ પણ પગલું દેશની સાર્વભૌમત્વ અથવા અખંડિતતા, દેશની સુરક્ષા અથવા કોઈપણ દેશ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો માટે જોખમ ઊભું કરી રહ્યું છે, તો તે પોતાની રીતે પગલાં લઈ શકે છે.નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સરકાર દ્રારા આવી કોઈપણ હસ્તક્ષેપ વોટસએપ, સિલ અને ટેલિગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ પર લોકોની ગોપનીયતાને સુરક્ષિત કરવા માટે લેવામાં આવેલા પગલાંને નબળી બનાવી શકે છે.નવું બિલ સરકારને એ નક્કી કરવા માટે પણ સત્તા આપી શકે છે કે મધ્યસ્થીની કોઈપણ શ્રેણી (સોશિયલ મીડિયા વગેરે) તૃતીય પક્ષોના ડિજિટલ રેકોડર્સ માટેની જવાબદારીમાંથી મુકિત માંગી શકે છે કે કેમ. જો આ કાયદો લાગુ થશે તો ઓનલાઈન પ્લેટફોર્મ માટે મુશ્કેલીઓ વધશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application