રાજકોટમાં ગુરુવારથી ઇન્ડિયા-ઈંગ્લેંડ વચ્ચે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટનો મુકાબલો થવા જઈ રહ્યો છે. ટિમ ઇન્ડિયાના પ્લેયરો રવિવારે અને સોમવારે રાજકોટ આવી પહોચ્યા હતા અને તેમને સયાજી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. જયારે ઈંગ્લેંડની ટિમ ગત સાંજે રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં ખેલાડીઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા ઈંગ્લેંડના કોચ બ્રેન્ડમ મેકલમ, કેપ્ટન બેન સ્ટોકસ સપોર્ટિંગના પાસપોર્ટમાં ટેક્નિકલ ક્ષતિ રહી જતા ખેલાડીઓને રોકવામાં આવ્યા હતા. બે કલાક બાદ વેરિફિકેશન થતા ખેલાડીઓને કાર મારફતે હોટેલ પહોંચાડ્યા હતા. ઇંગ્લેંડની ટીમને ફોર્ચ્યુન હોટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલાડીઓને ગઈકાલે આરામ ફરમાવ્યો હતો જયારે ઇન્ડિયાની ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
ઇંગ્લેંડની ટિમ નેટ પ્રેક્ટિસમાં આજે બપોરથી જોડાઈ હતી. એ પૂર્વે ટિમ ઇન્ડિયાના સ્પ્નિર કુલદીપ યાદવે પત્રકાર પરિષદ સંબોધી હતી અને મેચની રણનીતિ વિશે જણાવતા કહ્યું હતું કે, ટેસ્ટ જર્ની મારી અત્યાર સુધીની ખુબ સારી રહી છે, ટેસ્ટ મેચમાં પ્લાનિંગ પૂર્વક રમવું પડે છે, પૂર્વ તૈયારી કરી રણનીતિ ઘડી મેદાનમાં એક્ઝિક્યુટ કરવાથી સારા પરિણામ મળે છે. હાલની ટેસ્ટ સિરીઝમાં આગલા ટેસ્ટમાં મારી રમત સંતોષકારક રહી છે. રાજકોટની પીચ બેટિંગ માટે જાણીતી છે પણ અહીં બોલરોને પણ સપોર્ટ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ઈંગ્લેંડ તરફથી તેના યુવા સ્ટાર બેટર ઓલી પોપ એ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, આબુધામીમાં રેસ્ટ કયર્િ બાદ રીફ્રેશમેન્ટની ફીલિંગ અનુભવાઈ રહી છે. અગાઉ હું ઈજાગ્રસ્ત હતો ત્યારે પરિવાર સાથે સમય ગાળ્યો બાદમાં સિનિયર ખેલાડીઓનું પોઝિટિવ માર્ગદર્શન મળતું રહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં વનડાઉનની આ પસંદગી હાસીમ આમલાથી મોટીવેટ કરી છે. આ ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધીમાં અમે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ ભારત સામે રમવું ચોક્કસ પણે એક પડકાર છે. જેથી આ સિરીઝ ખુબ રોમાંચક બની રહશે.
ટીમ ઇન્ડિયા સ્ક્વોડ
રોહિત શમર્િ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર , કુલદીપ યાદવ , મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ, દેવદત્ત પડિકલ.
ખંઢેરીની પીચ સ્પ્નિરો માટે મદદપ બનશે
પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઇન્ડિયા અને ઈંગ્લેંડએ 1-1 મેચ જીતી સિરીઝમાં બરાબરી કરી છે. હાલ બંને ટીમના બોલર્સનું પરફોર્મન્સ ખુબ સારું છે. જેને લઈને રાજકોટમાં રમાનાર ત્રીજી મેચમાં ખંઢેરી સ્ટેડિયમની પીચ બોલરો માટે કે બેટ્સમેન માટે મદદરૂપ બનશે એ વિષે બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટની આ પીચ સ્પ્નિરો માટે વધુ મદદરૂપ બનશે જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પ્નિરો પીચ પર પ્રભુત્વ મેળવશે. તેની સાથે બેટ્સમેન પણ સારા ઇનિંગ્સ રમી શકે તેવી છે. વધુમાં અત્યાર સુધીમાં ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે સર્વિધિક 593 રન બનાવ્યા છે. અને પ્રથમ બેટિંગ કરનાર ટિમ જ મેચ વિનર બની છે.
રાજકોટમાં ભારત-ઈંગ્લેંડ આઠ વર્ષ બાદ ફરી ટકરાશે
રાજકોટમાં ભારત-ઈંગ્લેંડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ તા.15થી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસનના ગ્રાઉન્ડ (ખંઢેરી) ખાતે શરૂ થનાર છે. ત્યારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનો ટેસ્ટ મેચનો રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધીમાં અહીં ભારતની ટિમ બે ટેસ્ટ મેચ રમી છે. પ્રથમ 2016માં ઈંગ્લેંડ સામે જ ટેસ્ટ મેચ રમવામાં આવી હતી ઇંગ્લેન્ડે પ્રથમ બેટીંગ કરતા જો રૂટ, બેન સ્ટોક્સ અને એલિસ્ટર કૂકે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી જયારે ભારત તરફથી ભારત તરફથી મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી હતી. જો કે આ મેચ ડ્રો થઇ હતી. જયારે બીજી ટેસ્ટ ભારતે 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી જે ભારતે એક ઇનિંગ્સ અને 272 રને જીતી હતી. આ મેચમાં પૃથ્વી શો, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ ભારત તરફથી સદી ફટકારી હતી. આમ ભારત રાજકોટના ગ્રાઉન્ડ ઉપર એક પણ ટેસ્ટ મેચ હારી નથી. ભારત આ વખતે 2024માં એટલે 8 વર્ષ બાદ ફરી ઈંગ્લેંડ સામે મેદાનમાં ઉતરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech