ગુજરાત સરકારની મંત્રી મંડળની બેઠકમાં આજે આરોગ્યલક્ષી પીએમજેએવાય યોજનાની એસઓપીને મંજૂરી આપ્યા બાદ આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. સરકારી યોજનાઓનો ગેરલાભ લેવા લોકોના જીવન સાથે ચેડા કરતી હોસ્પિટલોના કૌભાંડી સંચાલકોનું નવું રાષ્ટ્ર્રવ્યાપી કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે શોધી કાઢું છે વિસ્તૃત તપાસને અંતે આ ગેંગ સારવાર માટે આવતા દર્દીઓના બોગસ પી એમ જે એ વાય કાર્ડ બનાવી આપતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાય સરકાર આજે સાંજ સુધીમાં નવા નિયમોની જાહેરાત કરશે જેમાં આવી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહીની સાથે સંબંધિત તબીબો સામે પણ આકરા પગલાં લેવાશે.
રાયમાં આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારની તૈયારી થઈ રહી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની પૃ ભૂમિમાં રાય સરકાર આવતીકાલે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવાની છે.જેમા આર્થિક ગેરવહીવટ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવાનો નિર્ણય કરવામા આવયો છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબો માટે મફત સારવારની વ્યવસ્થા છે, પરંતુ કેટલાક ખાનગી દવાખાના દ્રારા આ યોજનાનો ગેરઉપયોગ કરતી હોવાનું ખુલ્યું છે. તાજેતરમા ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં જરી ન હોય તેટલી એન્જીઓપ્લાસ્ટી કરાવવાનો ખુલાસો થયો હતો, જેમાં દર્દીઓને હેલ્થ કેમ્પના બહાને આકર્ષવામાં આવ્યા હતા અને છૂટી સારવાર આપીને નાણાંનો દુપયોગ થયો હતો.
રાય સરકાર આજે સાંજ સુધીમાં વડાપ્રધાન જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડિયોલોજી તથા અન્ય મહત્વના તબીબી ક્ષેત્રે કડક નિયંત્રણ લાવવાનું નક્કી થયું છે.રાય સરકાર દ્રારા દ્રિ–સ્તરીય ચકાસણી પ્રણાલી દાખલ કરવામાં આવશે જેમાં કોઈપણ પ્રકારની શક્રક્રિયા પહેલાં નિષ્ણાતોની સમિતિ દ્રારા પ્રમાણપત્ર જરી રહેશે.આર્થિક ગેરવહીવટ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તમામ દસ્તાવેજોની ત્વરિત ચકાસણી થશે.
આ નવા નિયમોના પરિણામે એવા દવાખાનાઓ પર લગામ કસાશે, જે વડાપ્રધાન જન આરોગ્ય યોજના હેઠળ નક્કી થયેલા નિયમોની અવગણના કરે છે. આજે કેબિનેટમાં મંજૂર થયા બાદ આરોગ્ય મંત્રી શિકેષ પટેલ દ્રારા જાહેર કરવામાં આવશે. સરકાર આ નિર્ણયને લઈને ગંભીર છે, કારણ કે ખ્યાતિ જેવી ઘટનાઓથી જનતાનો આરોગ્ય વ્યવસ્થામાં વિશ્વાસ નબળો પુરવાર થયો છે.
રાય સરકાર દ્રારા અત્યાર સુધીમાં ગેરરીતિ થી આચરતી હોસ્પિટલો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં સાતથી વધુ ખાનગી દવાખાનાઓ અને તબીબોને ડી પેનલ કરવાની સાથે કાયદેસરની તપાસ શ કરવામાં આવી છે.આ એસઓપી નો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓમાં ગેરવહીવટ અટકાવવો અને પીએમજેએવાયનો લાભ ખરેખર લાયક લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવો છે. રાયમા ફરી ખ્યાતિ જેવી ઘટનાઓ ન બને તે માટે આ સાવચેતીના પગલાં લઈ રહી છે.આ નવી નિતી આરોગ્ય ક્ષેત્રે રાયમાં એક નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.
અહીં નોધવુ જરી છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાય મંત્રી મંડળની બેઠકમાં આ નિયમોને બહાલી આપવામાં આવી છે આજે સાંજ સુધીમાં તમામ નિયમોને જાહેર કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech