ગુલાબનગર નજીક કાર પુલની બાજુમાં નીચે ઉતરી ગઇ

  • December 07, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાલકનો બચાવ: ટોળા એકત્ર થયા : પોલીસચોકીનો સ્ટાફ દોડી ગયો

જામનગરમાં ગુલાબનગર નજીક એક કાર પુર ઝડપે આવીને નીચે ઉતરી ગઈ હતી. સદભાગ્યે તેમાં બેઠેલા ચાલકને કોઈ ઇજા થઇ ન હતી, અને આસપાસના લોકોએ તેને કારમાંથી બહાર કાઢી લીધો હતો.
જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકીની નજીકના પુલ પાસેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક વાઈટ કલરની હોન્ડા સિટી કાર, ઓવર સ્પીડના કારણે બેકાબુ બની ગઈ હતી અને પુલ બાજુથી નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો.
જે અકસ્માતમાં કારમાં નુકશાન થયું હતું. પરંતુ તેના ચાલકને ઈજા થઈ ન હતી. આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને કારની અંદર બેઠેલા કારચાલકને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો. આ બનાવની જાણ થતાં ગુલાબ નગર પોલીસ ચોકીનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર અકસ્માત મામલે  તપાસ હાથ ધરી છે.
***
રણજીતસાગર રોડ પર બાઇકની હડફેટે યુવાનને ફ્રેકચર
જામનગરના રણજીતસાગર રોડ પમ્પહાઉસની બાજુમાં આવેલી સૈનિક કોલોની ખાતે રહેતા રામકિશન બાબુરાવ ગાયકવાડ (ઉ.વ.૪૩)એ ગઇકાલે સીટી-એમાં હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે૧૦-૯૬૦૪ના ચાલક સામે ફરીયાદ કરી હતી. કે થોડા સમય પહેલા પમ્પહાઉસની બાજુના રોડ પર આરોપીએ પોતાનું બાઇક બેફીકરાઇ અને પુરઝડપે ચલાવીને ફરીયાદીની સાથે ભટકાડી રોડ પર પછાડી દઇ નાકના ભાગે ઇજા અને પગમાં ફ્રેકચર જેવી ઇજા કરી નાશી છુટયો હતો.
***
મીઠાપુર નજીક કારની હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા કારાભા મેરૂભા સુમણીયા નામના ૨૨ વર્ષના હિન્દુ વાઘેર આધેડ ગત તારીખ ૨૧ નવેમ્બરના રોજ પોતાના જી.જે. ૩૭ એલ. ૪૦૦૪ નંબરનું મોટરસાયકલ લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ઉદ્યોગનગર વિસ્તારમાં પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૩૭ જે. ૪૦૧૦ નંબરની સ્વિફ્ટ મોટરકારના ચાલકે કારાભા સુમણીયાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
જેથી બાઈક ચાલક કારાભા સુમણીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર દર્શિલ સુમણીયા (ઉ.વ. ૨૧) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે સ્વિફ્ટ કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application