બેડ ગામેથી પરત ફરતા ચોકલેટના કારખાના પાસે કાળ ભેટયો : ભરાણાના શખ્સ સામે ફરીયાદ : જોલી બંગલા પાસે એસટી-બાઇક અકસ્માતમાં એકને ફ્રેકચર
જામનગર નજીક ચોકલેટના કારખાના સામે ગઇકાલે બે બાઇક વચ્ચે ટકકર થતા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ છે, જયારે જામનગરના એસટી બસ સ્ટેશન રોડ, જોલી બંગલા પાસે પાંચ દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં એસટી બસના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ સુરેશભાઇ પુનાભાઇ મકવાણા (ઉ.વ.33) નામનો યુવાન પોતાનું મોટરસાયકલ નં. જીજે10ડીએસ-2451 લઇને ગઇકાલે ફરીયાદી અર્જુનભાઇને મુકવા માટે બેડ ગામે ગયા હતા અને ત્યાથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા દરમ્યાન જામનગર ખંભાળીયા હાઇવે ચોકલેટના કારખાના સામે પહોચતા ભરાણા ગામના સાજીદ નામના શખ્સે પોતાની કાળા કલરની નંબરપ્લેટ વીનાની મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સુરેશભાઇના બાઇકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં સુરેશભાઇને રોડ પર પછાડી દેતા માથાની પાછળ અને શરીના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવારમાં લાવતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. દરમ્યાન આ બનાવ અંગે બેડ ગામમાં રહેતા અર્જુન વિનોદભાઇ સોમાણીએ સિકકા પોલીસ સ્ટેશનમાં ભરાણા ગામના સાજીદ મામદ ભટ્ટી નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં જામનગરના હિમાલય સોસાયટી પાસે રહેતા સંજય પુંજાભાઇ મહીડા (ઉ.વ.35) નામના યુવાને ગઇકાલે સીટી-એમાં એસટી બસ નં. જીજે18ઝેડ-6411ના ચાલક રમેશ પીઠીયાની સામે ફરીયાદ કરી હતી. ગત તા. 2ના રોજ ફરીયાદી પોતાનું મોટરસાયકલ નં. જીજે10બીઇ-3529 લઇને જતા હતા ત્યારે જોલી બંગલા પાસે બસના ચાલકે બેદરકારી અને પુરઝડપે ચલાવી એકદમ નજીક આવી જતા મોટરસાયકલ સ્લીપ થતા ફરીયાદીની બાઇકની પાછળ બેઠેલ હનુભા સતાજી જાડેજાના બંને પગ પર ટાયર ફેરવી દઇ ફ્રેકચર તથા પાંસડીમાં ઇજા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMચૂંટણી પહેલા કેજરીવાલનો નવો અવતાર, કપાળ પર તિલક ,સફેદ લુંગી અને ગમચા સાથે જોવા મળ્યા
November 14, 2024 05:30 PMશ્રીનગરની મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ભીષણ આગ
November 14, 2024 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech