રામનાથપરામાં પૈસાની ઉઘારણી મામલે યુવાન પર મિત્ર સહિતનાનો છરીથી હુમલો

  • May 10, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક યુવાને મિત્ર પાસેથી પિયા પાંચ હજાર ઉછીના લીધા હતા. તેની ઉઘરાણી કરી મિત્રએ ભાઇ, કાકા અને મિત્ર સાથે મળી યુવાનને ઢીકાપાટુનો માર મારી છરી વડે હુ
મલો કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રામનાથપરા વિસ્તારમાં હત્પશેની ચોક શેરી નં.૬ માં રહેતા શાકીર હમીદભાઇ યુસુફી (ઉ.વ.૨૯) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના મિત્ર બચ્ચન, બચ્ચના કાકા રામભાઇ, ભાઇ શ્રવણ અને મિત્ર સુનિલના નામ આપ્યા છે.જેના આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે સ્કુલ રિક્ષા ડ્રાઇવીંગનું કામ કરે છે.

તેણે અઠવાડીયા પહેલા મારા મિત્ર ભવાનીનગરમાં રહેતાં બચ્ચન પાસેથી મારે જર હોવાથી પિયા પાંચ હજાર ઉછીના લીધા હતાં. એક મહિના પછી આ રકમ પાછી આપવાની વાત થઇ હતી. દરમિયાન ગુવારે રાતે દસેક વાગ્યે યુવાન ઘર પાસે હત્પસેની ચોકમાં ભગવાન કરીયાણા ખ્નામની દૂકાન પાસે હતો ત્યારે બચ્ચન બાઇક લઇને આવ્યો હતો અને કહેલુ કે મેં તને અઠવાડીયા પહેલા પિયા આપ્યા હતાં તે અત્યારે જ પાછા આપી દે. આથી યુવાને તેને વાત કરી હતી કે એક મહિના પછી આપવાની વાત હતી, અત્યારે મારી પાસે નથી. સ્કૂલના ભાડાના પિયા આવશે એટલે તરત પાછા આપી દઇશ.
આ વાત સાંભળી બચ્ચન ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડયો હતો. યુવાને તેને ગાળો બોલાવની ના પાડતાં તે ઝઘડો કરી જતો રહ્યો હતો. થોડીવાર પછી બચ્ચન તેના ભાઇ શ્રવણ, કાકા રામભાઇ અને મિત્ર સુનિલને લઇને ફરીવાર આવ્યો હતો અને મારા પિયા કેમ અત્યારે જ પાછા નથી આપતો? તેમ કહી ગાળો દઇ ચારેયએ ઢીકાપાટુનો માર મારતાંયુવાન પડી ગયો હતો. જેમાં રામભાઇએ છરી કાઢી મને પીઠના ભાગે મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતાં.બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application