ટિકિટના પૈસા નહોતા, ટ્રેનના પૈડા વચ્ચે બેસી યુવકે 250 કિમીની સફર કરી

  • December 27, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશના જબલપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેનના પૈડા વચ્ચે બેસીને 250 કિલોમીટરનું અંતર કાપ્યું. ટ્રેનના રોલિંગ ચેકિંગ દરમિયાન કેરેજ એન્ડ વેગન ડિપાર્ટમેન્ટના સ્ટાફને બોગીની નીચે ટ્રોલીમાં છુપાયેલો એક વ્યક્તિ મળી આવ્યો હતો. આ વ્યક્તિને જોઇને ઘડીભર તો અધિકારીઓને આવી ઠંડીમાં પણ રીતસર પરસેવો વળી ગયો હતો. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે યુવક પાસે ટીકીટના પૈસા ન હોવાથી તેને આવું જોખમી પગલું ભર્યું હતું.
ઈટારસીથી જબલપુર પહોંચ્યો
રેલવેના કર્મચારીઓ સ્ટેશન પર કોચના અંડર ગિયરની તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓએ -4 કોચની નીચે ટ્રોલીમાં છુપાયેલા એક વ્યક્તિ જોયો. કર્મચારીઓએ તરત જ ટ્રેન રોકીને તેને બહાર કાઢ્યો હતો. આ ઘટના જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના બાદ જવાબદાર અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. અધિકારીઓનું માનવું હતું કે જો કંઇક અનિચ્છનીય ઘટના બની હોત તો પરિણામ અતિશય ગંભીર આવ્યું હોત. જ્યારે રેલ્વે કર્મચારીઓએ તેને મુસાફરી વિશે પૂછ્યું તો તેણે કોઈપણ ડર વિના કહ્યું કે તેની પાસે ટિકિટ ખરીદવા માટે પૂરતા પૈસા નથી, તેથી તેણે આ ખતરનાક રસ્તો પસંદ કર્યો. તેણે રેલ્વે સ્ટાફને કહ્યું કે કોઈ પણ ડર વગર તે દાનાપુર એક્સપ્રેસ ટ્રેનના એસ-4 કોચના પૈડા નીચે બેસીને લોકોથી છુપાઈને આરામથી જબલપુર પહોંચી ગયો.આ વ્યક્તિએ જણાવ્યું કે તે ઈટારસીથી ટ્રોલીમાં નીચે છુપાઈને અહીં આવ્યો હતો. રેલવે પ્રશાસને આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કહ્યું છે કે તમામ જરૂરી સુરક્ષા પગલાં સુનિશ્ચિત કરવામાં આવશે. અધિકારીઓ અને પોલીસ માટે પણ આ ઘટના ચોંકાવનારી હતી. રેલ્વે સ્ટાફે પોતાનો જીવ જોખમમાં મૂકીને આવતા યુવકને પકડી લીધો અને પછી તેને વેગન વિભાગને સોંપી દીધો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application