લાલવાડી આવાસમાં ૪૦ બોટલ કબ્જે, મહિલા સહિત બે ફરાર : કલ્યાણચોક અને મુળીલામાં દારુ સાથે બે ઝબ્બે
જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે એલસીબીની ટુકડીએ એક મકાનમાં દરોડો પાડીને ઇંગ્લીશ દારુની ૧૨૬ બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો જયારે લાલવાડી આવસમાં દરોડો પાડીને દારુની ૪૦ બોટલ કબ્જે કરી હતી જેમા મહિલા સહિત બેની સંડોવણી ખુલી હતી ઉપરાંત કલ્યાણચોકમાં દારુના ૪ ચપટા સાથે ઝપટમાં આવ્યો હતો અને એકનુ નામ ખુલ્યુ હતું તેમજ કાલાવડના મુરીલા રોડ પર એક શખ્સ શરાબની છ બોટલ સાથે નીકળતા પોલીસે પકડી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ દારુ-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા પ્રોહીબીશન ધારાના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન.મોરી તથા પીએસઆઇ સી.એમ. કાંટેલીયા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ઘનશ્યામભાઇ, અરજણભાઇ તથા મયુદીનભાઇને મળેલ ખાનગી હકીકત આધારે શહેરના સત્યમ કોલોની રોડ અંડરબ્રીજ પાસે પરીવાર એપાર્ટમેન્ટ સામે રામ રાજા મદ્રાસી (ઉ.વ.૨૪) રહે. સત્યમ કોલોની અન્ડરબ્રીજ પરિવાર એપાર્ટમેન્ટ જામનગરવાળાના મકાનમાથી ૧૨૬ બોટલ કિ. ૯૯૧૬૨ તથા એક મોબાઇલ કિ. ૪૦ હજાર મળી કુલ ૧.૩૯.૧૬૨ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી આરોપી વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત એલસીબીની ટુકડીએ લાલવાડી આવાસ, નાગમતી એલ-૫૦૫ ખાતે આરોપીના ભાડાના ફલેટમાં વિદેશી દારુ હોવાની બાતમીના આધારે દરોડો પાડીને ઇંગ્લીશ દારુની ૪૦ બોટલ કિ. ૧૬ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો, જયારે આરોપી આવાસમાં રહેતા વિકી મદ્રાસી તથા ઉર્મીલાબેન ઉર્ફે ભુમી રાજેશ વાઘેલા બંને હાજર મળી આવ્યા ન હતા આથી તેની સામે પ્રોહીબીશન મુજબ સીટી-એમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
અન્ય દરોડામાં જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા રાહીલ અબ્દુલકાદર શેખને કલ્યાણચોક પાસેથી ઇંગ્લીશ દારુના ૪ ચપટા સાથે સીટી-એ પોલીસે પકડી લીધો હતો જયારે રબ્બાની પાર્કમાં રહેતો જાબીર સલીમ દરવાનનું નામ ખુલ્યુ હતું. કાલાવડના મુરીલામાં રહેતા કરણ ભોલા ગોલતર નામના શ્રમિકને ઇંગ્લીશ દારુની ૬ બોટલ લઇને રીનારીથી મુરીલાના કાચા રસ્તા પાસેથી નીકળતા ગ્રામ્ય પોલીસે પકડી લીધો હતો.