કજુરડા પાટીયા પાસે બાઈકની હડફેટે યુવાન ઇજાગ્રસ્ત

  • December 04, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ હાસમભાઈ ઘાવડા નામના ૩૯ વર્ષના યુવાન શનિવારે સાંજના સમયે ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે ૧૩ કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટિયા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ એફ ૯૬૫૪ નંબરના એક મોટરસાયકલના ચાલકે જાવેદભાઈ ઘાવડાને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે બાઈક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
ધ્રાફા ફાટક પાસે ફોરવ્હીલે બાઇકને ઠોકર મારતા યુવાનને ગંભીર ઇજા
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા રાજુભાઇ વલ્લભભાઇ ડાભી (ઉ.વ.૫૦)એ ગઇકાલે જામજોધપુર પોલીસમાં સફેદ કલરના ફોરવ્હીલ વાહન નં. જીજે૧૦ડીએન-૮૩૩૭ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, ગત તા. ૧ના રોજ ફરીયાદીના નાના ભાઇ તેમનું મોટરસાયકલ નં. જીજે૩ઇએમ-૩૭૪૧ લઇને વાડીએથી જામજોધપુરમાં ખેતીની દવા લેવા ગયા હતા.
દવા લઇને પરત ફરતા હતા ત્યારે ધ્રાફા ફાટક પાસે પહોચતા ઉપરોકત નંબરના ફોરવ્હીલ ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી બાઇક સાથે સામેથી ભટકાડી અકસ્માત સર્જતા ફરીયાદીના ભાઇને માથા, પગના ભાગે ગંભીર ઇજા અને શરીરે છોલછાલ જેવી ઇજા પહોચાડી ગાડી મુકી ચાલક નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application