માતા-પિતાએ ચેતવા જેવું, મોરબીમાં યુવક ઓનલાઈન ગેમમાં 40 હજાર હારી જતા યુવક જિંદગી હારી બેઠો, ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

  • February 15, 2025 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં ઓનલાઈન ગેમે વધુ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો છે. સાથે સાથે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા જીવન ટૂંકાવ્યુ છે, લુડો ગેમમાં 40 હજાર હારી જતા આપઘાત કર્યો છે, મૃતક પ્રિન્સસિંહ મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ વધી ગયો છે અને ટૂંકા ગાળામાં વધુ રૂપિયા કમાવવાની લાલચે લોકો તેમનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે આવી જ ઘટના મોરબીમાં પણ બની છે. જેમાં મૂળ એમપીના શ્રમિક યુવાને ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતકની ઉંમર 19 વર્ષ હતી, પોલીસે હાલમાં મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી કરી છે. મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. પોલીસે ફોનમાં તમામ ડેટા લીધો છે અને તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે.


ઓનલાઈન ગેમ રમનારો વર્ગ વધુ
ભારતમાં ઓનલાઈન ગેમિંગ માર્કેટ વધવાના બે કારણ છે. પ્રથમ આપણા દેશમાં યંગ પોપ્યુલેશન અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. આપણે ત્યાં 75 ટકા વસ્તી 45 વર્ષથી ઓછી ઉંમરની છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. આ વર્ષે દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 100 કરોડને વટાવે તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application