ધોરાજીમાં મહિલાને પાડોશી પરિવારે લાકડી, પાઇપ વડે માર મારતા ફરિયાદ

  • September 07, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીના બહારપૂરા વિસ્તારમાં મહિલાને આ વિસ્તારમાં જ રહેતા દંપતી અને તેના પુત્રોએ લાકડી અને પાઇપ વડે મારમાર્યેા હતો. પૈસાની લેતીદેતી બાબતે મહિલા પર આ હત્પમલો કરવામાં આવ્યો હતો. જે અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં આંબેડકરનગરમાં રહેતા મિતલબેન મહેન્દ્રભાઈ વિંઝુડા (ઉ.વ ૩૪) નામના મહિલાએ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અહીં વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા લમી સુરેશભાઈ ભાસ્કર તેના પતિ સુરેશ અરજણ ભાસ્કર તેના પુત્ર પિયુષ અને જીગાના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૫ ૯ ના રોજ સાંજના સમયે તે અહીં લતામાં જ રહેતા તેમના પરિચિત સુનિતાબેન રાઠોડના ઘરે કામ સબબ જતા હતા ત્યારે વાડી પ્લોટ વિસ્તારમાં સુરેશ ભાસ્કરના ઘર પાસેથી પસાર થતા લમીબેન દરવાજે બેઠા હોય તેણે મિતલબેન ને કહ્યું હતું કે કયાં જાસ હત્પં તારા ઘરે આવી હતી ત્યારે કયાં સંતાઈ ગઈ હતી તેમ કહી ગાળો આપી હતી. બાદમાં તે ઝપાઝપી કરવા લાગ્યા હતા દરમિયાન તેનો પુત્ર પિયુષ લાકડી લઈને આવ્યો હતો અને તેનો પતિ સુરેશ પાઇપ લઇ પછી આવ્યો હતો. તેમજ અન્યપુત્ર જીગા સહિતનાએ મળી મહિલાને ગાળો આપી લાકડી અને પાઇપ વડે મારમાર્યેા હતો મહિલા અહીંથી ભાગતા ધમકી આપી હતી કે આજે તું બચી ગઈ છે હવે પછી અમારા ઘર પાસે નીકળીશ તો જાનથી મારી નાખશું. મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પૈસાની લેતી દેતી બાબતે આ ચારેય શખસે ગાળો આપી મારમાર્યેા અંગેની આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application