તળાજા રોડ પર બુધેલ નજીક અકસ્માતમાં મહિલાનું મોત

  • December 11, 2023 06:31 PM 

ભાવનગર શહેર નજીક તળાજા રોડ પર અકસ્માત સર્જાયો હતો. સોમનાથ નેશનલ હાઇવે બુધેલ નજીક તળાજા રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ચાલકે બે મહિલાઓને અડફેટે લીધા હતા. જેમાં એકનું મોત નીપજ્યું જયારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વરતેજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.


આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે તળાજા રોડ પર બુધેલ નજીક અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. તળાજા રોડ પર બુધેલ નજીક સંગીતાબેન વિપુલભાઈ અને અન્ય એક મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા. ટે વેળાએ હાઇવે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારનાં ચાલકે બંન્ને મહિલાઓને અડફેટે લીધા હતા. જેમાં સંગીતાબેનનું મોત નીપજ્યું હતું. જયારે સાથે રહેલા મહિલાને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. સોમનાથ નેશનલ હાઇવે પર બનેલી અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા. અને ઘટનાની જાણ થતા વરતેજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application