વડિયાના મારુતિનગરમાં ભૂગર્ભ ગટરના બુરાણમાં કાર ફસાતા ગટરના નબળા પાઇપ તૂટયા

  • January 30, 2023 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરનો ભ્રસ્ટાચાર જાણે છાપરે ચડીને પોકરતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રબ્બર સ્ટેમ્પ સામાન ગ્રામપંચાયતના સરપંચ અને હોદેદારો આ બાબતે કશું જ કેહવા માંગતા ના હોય તેમ ભ્રષ્ટાાચાર મુદ્દે સંપૂર્ણ ચૂપ જોવા મળી રહ્યા છે. શરૂવાતમાં ભૂગર્ભ ગટરમાં નબળી ગુણવતાના પાઇપ, કુંડીઓના ફક્ત ઈંટો ગોઠવી પ્લાસ્ટરનો અભાવ, ગટરના પાઇપની નાની સાઈઝ, પાઇપની ઊંડાઈ બાબતે અનેક વાર મીડિયા દ્વારા અવાજ ઉઠવાયો હતો.  પણ અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગતથી તેને ઢાંકવાનો પ્રયાસ કરી ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચારને છુપાવવામાં આવ્યો હતો. વડિયાના પોઝ સમા મારૂતિનગર વિસ્તારમાં હજુ તો પંદર દીવસ પેહલા ભૂગર્ભ ગટરનું કામ થયુ છે. ત્યારે તેના પાઇપમાંથી નિકાલ સુધી પાણીના પહોંચતું હોવાની ફરિયાદો સામે આવી હતી ત્યાં તેને પાઇપના બુરાણમાં પાણી નીકળતા મુખ્યમાર્ગ પર બોલેરો કાર ફસાઈ હતી. આ બોલેરો કારણે કારણે ભૂગર્ભ ગટરના હલકી ગુણવતા વાળો પાઇપ તૂટ્યો હતો. ત્યારે ભ્રષ્ટાચારને ગામે તેટલો ઢાકો એ છાપરે ચડીને પોકારે જ એવી લોકવાતો જોવા મળી હતી.એક બાજુ મા‚તિનગરની ભૂગર્ભ ગટરનો ભ્રસ્ટાચાર, સુરગપરાની ભૂગર્ભ ગટરના પ્રશ્ર્નોે અને ભ્રસ્ટાચાર તો બીજી બાજુ કૃષ્ણપરામાં શેરીઓમાં ઉભરાતી ગટરથી મહિલાઓના રણટંકાર જોવા મળી રહ્યો છે. તો જાણવા મળતી વિગતો મુજબ વડિયા સુરગપરામાં મેહતા લાઈનથી કન્યાવિદ્યાલય સુધીના લોકોએ તો મોટા અને સિમેન્ટના પાઇપ નાખીને ભૂગર્ભ ગટરની ભ્રષ્ટાચાર વિહીન કામગીરી થાય તો જ અમે ગટર બનવવા દેશું ત્યાં સુધી આ ભૂગર્ભ ગટરનો ભ્રસ્ટાચાર લોકમુખે બોલતો થયો છે ત્યારે લોકો હવે આ બાબતે લોકો એક જ આશા રાખીને બેઠા છે કે ભગવાન રામની સાક્ષીએ મત માંગનાર સ્થાનિક ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અંગત રસ વડિયામાં બનેલી ભૂગર્ભ ગટર બાબતે યોગ્ય તપાસ કરાવે અને ભ્રસ્ટાચારીઓને કાયદાનું ભાન કરાવે  તથા  ભ્રસ્ટાચાર વિહીન તમામ કામગીરી કહેવાતા નેતાઓને દૂર રાખી ને વડિયા ગ્રામપંચાયત પાસે કરાવે તેવી તેવી લોક માંગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application