ખોડિયારપરાના યુવાનને ત્રણ શખસોએ છરી, ધોકા વડે માર મારી વીડિયો બનાવ્યો

  • September 28, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના જુના મોરબી રોડ પર ખોડીયારપરામાં રહેતા રિક્ષાચાલક યુવાનને મોરબી રોડ જકાતનાકા પાસે આગાઉની અદાવત સબબ ત્રણ શખસોએ છરી અને ધોકા વડે મારમાર્યો હતો.આ શખસોએ મારમાયર્િ અંગેનો વીડિયો બનાવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનવાની જાણવા મળતી વિગતો મુજબ,ખોડીયારપરા શેરી-2 માં રહેતા દિપકભાઇ જીવણભાઇ રામાવત(ઉ.વ 35) નામના યુવાને બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગઇ તા. 24/9 ના રોજ રાત્રીના અગિયાર વાગ્યા આસપાસ રિક્ષા લઇ મોરબી રોડ જકાતનાકા પાસે અવધ હોટલથી આગળ પહોંચી ફ્રુટની ખરીદી કરવા ગયા હતાં.ત્યારે અચાકન કાળા કલરની ગાડીમાંથી અર્જુન રમાવત, છરી લઇને આવ્યો હતો.જેથી યુવાને ડાબા હાથમાં આંગળીમાં ઇજા પહોંચી હતી.બાદમાં અર્જુનનો કાકાનો દિકરો કરણ રામાવત અને તેના ફઇનો દિકરો ગંઢી અહીં આવી ગયા હતાં તેણે યુવાનને ધોકા વડે મારમાર્યો હતો.આ સમયે મારમારી રહ્યાનો વીડિયો પણ આ શખસે બનાવ્યો હતો.દરમિયાન અહીં લોકો એકત્ર થતા આ શખસો નાસી ગયા હતાં.હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવાને વધુમાં જણાવ્યું હતું કે આરોપી તેના સગામાં થતા હોય અને અગાઉ સગીરાની પજવણી બાબતે માથાકૂટ થયા બાદ તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે રિક્ષાચાલક યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જયારે અન્ય બનાવમાં રાજકોટ તાલુકાના સર ગામે રહેતા હરસુખભાઇ રવજીભાઇ વણોલ(ઉ.વ 42) દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ગઇકાલે સાંજના છ વાગ્યા આસપાસ ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે વાડીની સામે ખોડીયાર માતાજીના મંદિરની પાછળ વીડીમાં રહેતા સિંધા ભીમાભાઇ માટીયા,શૈલેષ ભીમાભાઇ માટીયા,રવિ માટીયા અને કાળુ માટીયા અહીં ઢોર ચરાવવા આવ્યા હતાં.જેથી યુવાને અહીં ઢોર ચરાવવાની ના કહેતા આ શખસો ઉશ્કેરાઇ યુવાનને ગાળો આપી હતી.જેથી તેણે ગાળો આપવાની ના કહેતા ચારેય તેને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતાં. દરમિયાન સિંધા માટીયાએ લાકડી વડે યુવાન પર હુમલો કરી દઇ તેને લાકડીના આડેધડ ઘા ફટકારી દીધા હતાં.જેથી યુવાન પડી જતા આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતાં.હુમલામાં ઘવાયેલા હરસુખભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તેમને હાથમાં ફ્રેકચર હોવાનું માલુમ પડયું હતું.આ અંગે ખેડૂતની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application