ગીરના પ્રખ્યાત ગોળના રાબડાની સીઝન ૧૫ દિવસ મોડી શરૂ થઈ

  • November 14, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે લાભપાંચમથી ગોળના રાબડાઓ ધમધમાવા લાગે છે પણ ચાલું વર્ષે ૧૫ દિવસ મોડા એટલે કે દેવ દિવાળીએ શરૂ કરવામાં આવ્યા હતાં. ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો શેરડી નું વાવેતર કરી રહ્યા છે. જેને લઇ ગીરમાં ગોળ બનાવવાના રાબડાઓ દર વર્ષ ૨૫૦ જેટલા સીઝનમાં ચાલુ થાય છે. જો કે લાભ પાંચમથી રાબડા શરૂ કરવામાં આવે છે પરંતુ આ વર્ષ થોડા દિવસ મોડું થયું છે અને હવે દેવ દિવાળીના દિવસ થી રાબડા સંચાલકો દ્રારા રાબડા શ કરવામાં આવ્યા છે. ૮૦ જેટલા રાબડા ધમધમતા થયા છે. હજુ પણ આગામી દિવસોમાં ૯૦ જેટલા રાબડા શ થવાની શકયતા છે. જોકે ભૂતકાળની તુલનાએ ૫૦થી વધુ રાબડા ઓછા આં વર્ષે શરૂ થશે મતલબ કે ઘટાડો નોંધાયો છે.ગોળના ડબ્બાનો ભાવ હાલ ૭૦૦ પિયાથી વધારે છે આગામી દિવસોમાં ગોળના ભાવ ઘટવાની શકયતા છે. જોકે શેરડીમાં રિકવરી વધશે જેના કારણે શેરડીના ભાવ વધે તેવી શકયતા છે. હાલ તો એક ટન શેરડીના ભાવ ૨૫૦૦થી ૨૬૦૦ રાખવામાં આવ્યા છે. જેને લઇ ખેડૂતોમાં ભાવ મામલે નારાજગી જોવા મળી રહી છે.તાલાલા અને કોડીનારમા મોટા પ્રમાણમા શેરડીનું વાવેતર થાય છે. જેના કારણે અહીં ત્રણ ખાંડ ઉધોગ એક સમયે ધમધમતા હતા જોકે તમામ ખાંડ ઉધોગ હાલ બધં હાલતમાં છે. ખાંડ ઉધોગ બધં થતા ગીર પંથકમાં રાબડાઓ શ થયા છે. રાબડાઓ ધમધમતા થતાં ખેડૂતો પોતાની શેરડી રાબડા માલીકોને વેચી રહ્યા છે. પરંતુ ખેડૂતો શેરડીના ભાવને લઇ ખૂબ નિરાશ જોવા મળી રહયા છે. ખેડૂતોના કહેવા મુજબ એક ટન શેરડીનો ભાવ હાલ ૨૫૦૦થી ૨૬૦૦ રૂપિયા ચૂકવે છે સામે ખેડૂતોનું કહેવું છે કે એક વીઘા શેરડી પકવવામાં અમને ૧૫થી ૨૦ હજાર નો ખર્ચ લાગે છે અને એક વર્ષનો સમય શેરડી પકવવામાં લાગે છે શેરડીના ભાવ રૂા.૩,૫૦૦ ચૂકવાય તો જ ખેડૂતોને પરવડે તેમ છે. જોકે આવતા વર્ષે કોડીનાર અને તાલાલા સુગર મીલ શ થવાની છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે


મજૂરોની અછતના કારણે વધુ યુનિટ શરૂ થઇ શકતા નથી
ગીર સોમનાથ રાબડા એસો પ્રમુખ, બાલુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રાબડાની અંદર કામ કરતા મજૂરોને લઈને મોટી સમસ્યા સર્જાણી છે કારણ કે ગુજરાત બહારથી આવતા મજૂરોના મુકાદમો રાબડા માલિકો પાસેથી મોટી રકમનો ઉપાડ લઈ લીધા બાદ પણ સમયે મજૂરો લઈને આવતા ન હોવાથી રાબડા સંચાલકોના પૈસા પણ જાય છે અને મજૂરો પણ આવતા નથી જેથી આર્થિક અને માનસિક બંને નુકસાન સહન કરવાનો વારો આવે છે અને ખાસ તો મોટી સમસ્યા એ છે કે આ લોકો જે રકમ ઉપાડ પેટે લઈ જાય છે તે રકમ પણ પરત આપતા નથી અને તેની સામે રાબડા સંચાલકો કોઈ કાર્યવાહી કરે તો સરકારમાંથી કે તંત્રમાંથી સપોર્ટ નહીં મળવાથી રાબડા સંચાલકો લાચાર બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News