યુક્રેનના ધારાસભ્યએ રશિયન પ્રતિનિધિને માર્યો જોરદાર મુક્કો સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

  • May 05, 2023 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન તણાવ વચ્ચે, સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો છે. તેમાં તુર્કીની રાજધાની અંકારામાં એક કોન્ફરન્સ યોજાઈ હતી તે દરમિયાન યુક્રેનના ધારાસભ્ય ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કી એક અજાણ્યા રશિયન પ્રતિનિધિને મુક્કો મારતા જોવા મળી રહ્યા છે.



આ ઘટના ગુરુવારે બ્લેક સી ઇકોનોમિક કોઓપરેશનની સંસદીય એસેમ્બલીની 61મી સામાન્ય સભા દરમિયાન બની હતી. અહીં આ તમામ પ્રતિનિધિઓ આર્થિક, તકનીકી અને સામાજિક મોરચે બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંબંધો વિકસાવવાની રીતો પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા.

કિવ પોસ્ટના ખાસ સંવાદદાતા અને રાજકીય સલાહકાર જેસન જે સ્માર્ટ દ્વારા આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. શુક્રવાર સવાર સુધીમાં ક્લિપને 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. મેરીકોવસ્કીએ તેના ફેસબુક એકાઉન્ટ પર ક્લિપ પણ પોસ્ટ કરી છે. 



એડવોકેટ ઈબ્રાહિમ ઝીદને ટ્વિટ કર્યું, કે  “તે ખરેખર તે પંચને લાયક હતો. અંકારામાં બ્લેક સી ઈકોનોમિક કોમ્યુનિટી ઈવેન્ટમાં રશિયાના પ્રતિનિધિએ ઝપાઝપી કરી, એમપી મેરીકોવસ્કીના હાથમાંથી બળજબરીથી યુક્રેનનો ધ્વજ છીનવી લીધો હતો.”

સમિટ દરમિયાન, એક અજાણ્યા રશિયન પ્રતિનિધિ મેરીકોવ્સ્કીની નજીક આવતા વિડિયોમાં જોઈ શકાય છે, જેણે તેના દેશનો ધ્વજ પકડી રાખ્યો હતો. રશિયન પ્રતિનિધિએ મેરિકોવ્સ્કીના હાથમાંથી બળજબરીથી ધ્વજ લઈ લીધો, પરંતુ મેરિકોવ્સ્કીએ ધ્વજ મેળવવા માટે પ્રતિનિધિના ચહેરા પર મુક્કો માર્યો. આ દરમિયાન વાતાવરણ ઘણું બગડ્યું હતું. સુરક્ષા કર્મચારીઓએ બંનેને અલગ કર્યા અને બંને પક્ષોને ઝપાઝપી ન કરવા વિનંતી કરતા જોઈ શકાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application