સરકારી કર્મચારીઓનો અનોખો વિરોધ કચેરીમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું

  • February 13, 2024 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા પોતાની માગણી મનાવવા માટે થઈને અગાઉ અનેક વખત રેલી ધારણા કાળી પટ્ટી કાળા કપડા પહેરવા જેવા વિરોધ પ્રદર્શન કયર્િ પછી આ વખતે પડતર માગણીના મામલે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે થઈને આંદોલન ચલાવ્યું હતું વાટાઘાટો અને વચનોના પગલે આંદોલન બંધ કરાયું હતું પરંતુ આજદિન સુધી તેનો ઉકેલ ન આવતા આખરે લોકસભાની ચૂંટણી પહેલા માગણી સંતોષવા સચિવાલય ફેડરેશન દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે ગાંધી ચિંધ્યા માર્ગે ગઈકાલે સચિવાલયની કચેરીઓ સ્વચ્છતા અભિયાન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પહેલા સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે માટે કર્મચારીઓ દ્વારા મોટું આંદોલન કરવામાં આવ્યું હતું જે તે સમયે સરકારે કર્મચારીઓને પેન્શન યોજના લાગુ કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ એક પણ માગણી સંતોષવામાં આવી ન હતી હજુ પણ રાજ્યના લાખો કર્મચારીઓના પ્રશ્નો પડતર રહેવા પામ્યા છે ત્યારે આગામી સમયના લોકસભાની ચૂંટણી આપવાની છે ત્યારે કર્મચારીઓ પોતાની માગણી પૂરી કરાવવા માટે મેદાનમાં ઉતરી પડ્યા છે.
ધી સચિવાલય ફેડરેશન વાળા આંદોલનના ભાગરૂપે ગઈકાલે સચિવાલયની કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યું હતું તે અંતર્ગત કચેરી માટે બંધ ખુરશી પંખા તિજોરીની સફાઈ કરવામાં આવી હતી આ ઉપરાંત જુની ફાઈલોનું વર્ગીકરણ કરીને આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આંદોલન કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તારીખ 14 અને 15મીએ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તારીખ 16મી એ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે અને તારીખ 23 ગાંધીનગરમાં બપોરે 12:00 વાગે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવશે આ લડતને ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application