ઈન્સ્ટિટ્યુશન ઓફ પરમેનન્ટ વે એન્જિનિયર્સ (આઈપીડબ્લ્યુઇ) ૨૦૨૪ ના આંતરરાષ્ટ્રીય સેમિનારનો બીજો અને અંતિમ દિવસ ગુજરાત ના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર સ્થિત ક્ધવેન્શન સેન્ટરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ, રેલવે બોર્ડ ના સભ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર અનિલ કુમાર ખંડેલવાલે તકનીકી સત્રોમાં ભાગ લીધો હતો જેમાં રેલવે એન્જિનિયરિંગના સૌથી સુસંગત વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.ચર્ચાના વિષયો ઝડપી બાંધકામ પદ્ધતિઓના અમલીકરણથી લઈને સેક્શનલ ગતિને ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવા માટે વક્રને ફરીથી ગોઠવવા સુધીના હતા. ખંડેલવાલે રેલવે ના યુવા અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને પોતાનામાં દ્રઢ વિશ્વાસ રાખવા અને વ્યાપક ટેકનિકલ અને વ્યવસ્થાપક કૌશલ્યની જરૂર હોય તેવા તમામ પડકારોનો ઉકેલ લાવવા માટે તૈયાર રહેવાની પ્રેરણા આપી હતી.
તેમણે તમામ અધિકારીઓ સાથે ઓપન સેશન પણ યોજ્યું હતું, જેમાં વિવિધ નીતિ વિષયક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી અને અનેક સંબંધિત મુદ્દાઓ માટે ભાવિ માર્ગ નકશા પર ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારમાં આઈપીડબ્લ્યુઇ ના અધ્યક્ષ તથા રેલવે બોર્ડ ના અતિરિક્ત સભ્યો (સિવિલ એન્જિનિયરિંગ) બ્રિજેશ ગુપ્તા, આઈઆરઆઈસીઈએન પુણે ના મહાનિર્દેશક એસ.કે. ઝા, રેલવે બોર્ડ ના ઉપપ્રમુખ અને મુખ્ય કાર્યકારી નિયામક (બ્રિજ) રવિન્દ્ર ગોયલ, ઉત્તર રેલવે ના મહાસચિવ અને પ્રમુખ મુખ્ય એન્જિનિયર બી.પી. સિંહ, અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્મા તથા દેશભરના વિવિધ રેલવે ના વરિષ્ઠ રેલવે એન્જિનિયરો સહીત આ સંસ્થાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનાર આઈપીડબ્લ્યુઇ ની ૩૦મી આવૃત્તિ હતી જેનું પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર, ગુજરાત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ સ્તરે વિચારોના આદાન-પ્રદાન અને જ્ઞાન તેમજ અનુભવોના આદાનપ્રદાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. બ્રિજ એન્જિનિયરિંગ અને રેલ ટ્રેક એન્જિનિયરિંગ સહિતના પ્રોજેક્ટ પ્લાનિંગમાં વિચારોને નક્કર આકાર આપવામાં આ ઇવેન્ટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સેમિનારમાં રેલ્વે એન્જીનીયરોને પોતપોતાના ક્ષેત્રોમાં આવતી તમામ સંબંધિત સમસ્યાઓ અને પડકારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech