અમરેલી શહેર અને પંથકમાં કુલ ચાર લોકોએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી

  • September 02, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી પંથકમાં આપઘાતના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે, નાની કુંકાવાવમાં એમપીની યુવતિએ, મોણપુર ગમે વૃધ્ધાએ અને અમરેલીમાં આધેડ તેમજ પ્રૌઢએ ઝેરી દવા પી લેતા મોત થયા છે.
બનાવની પ્રા વિગત મુજબ વડિયાના નાની કુંકાવાવ ગામે મનસુખભાઇ સરપંચની વાડીએ મજૂરી કામ કરતી મૂળ એમપીની સંગીતા થાવરીયા (ઉ.વ.૨૩) નામની યુવતીએ ગત બપોરના સમયે ઝેરી દવા પી લેતા સારવાર માટે વડિયા ખસેડવામાં આવતા તેણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપયું હતું. બનાવની જાણ વડિયા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને કોઈ સાથે પ્રેમ સબધં હતો તેની જાણ તેના ભાઈને થઇ જતા આ બાબતે તેને ઠપકો આપ્યો હતો બાદમાં માલસીંગ છગનભાઇ તમર તેને એકાદ મહિનાથી નાની કુંકાવાવ ગામે મજૂરી કરવા માટે તેડી આવ્યો હતો દરમિયાન પ્રેમ સબધં બાબતે લાગી આવતા પગલું ભરી લીધું હતું. વધુ તપાસ વડિયાના પો.હેડ.કોન્સ. એચ.કે.મકવાણા ચલાવી રહ્યા છે.
બીજા બનાવમાં અમરેલી તાલુકાના મોણપર ગામે રહેતા વિલાસબેન બાલુભાઈ વઢીયાર (ઉ.વ.૭૦) નામના વૃધ્ધાએ ગતરોજના ઘરે હતા ત્યારે એસિડ પી લેતા અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધાને ડાયાબિટીસની બિમારી હોય અને બન્ને પગ દુ:ખતા હોય હોવાથી જીંદગી કંટાળી જઈ એસિડ પી લીધું હોવાનું સામે આવ્યું છે.
ત્રીજા બનાવમાં અમરેલીમાં જુની જેલ રોડ કસ્બાવાડમાં રહેતા રજાકભાઇ દાઉદભાઇ મજીઠીયા (ઉવ.૬૩) નામના પ્રૌઢએ ગત બપોરના સમયે પોતાના ઘરે હતા ત્યારે ઘઉમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા ઉલ્ટી ઉબકા કરવા લગતા તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં તેમનું મોત નીપયું હતું. પરિવારજનોના કહેવા મુજબ રજાકભાઇને છેલ્લા એક મહિનાથી કોઇ કામ ધંધો ન મળતો હોય જેના કારણે ટેન્શનમાં આવી જઈ આર્થિક સંકડામણ અનુભવતા પગલું ભરી લીધું હતું. બનાવના પગલે અમરેલી સીટી પોલીસના એએસઆઇ એન.બી. ગોહિલએ જરી કાર્યવાહી કરી હતી.
ચોથા બનાવમાં અમરેલીના રોકડીયા પરામાં રહેતા મુકેશભાઇ ચીમનભાઇ ટીંબડીયા (ઉ.વ.૪૩) નામના આધેડે ગઈકાલે વહેલી સવારે અમરેલી ચકારગઢ રોડ રેલ્વે ફાટક નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા બનાવના પગલે અમરેલી સીટી પોલીસ અને રેલવેનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે ખસેડો હતો. મૃતકને નશાની આદત હોય તેના કારણે પત્નિ સંતાનો સાથે ગોંડલના ગોમટા ગામે માવતરના ઘરે છેલ્લા પાંચ વર્ષથી રીસામણે ચાલી જતા પોતે એકલવાયું જીવન જીવતા હોઈ ત્યારે પત્નિ તથા બાળકોનો વિયોગમાં આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application