જામનગરમાં શ્રી મોટી હવેલીના ચિ.પૂ.શ્યામારાજા બેટીજી નાં શુભ વિવાહ પ્રસ્તાવનો ત્રિદિવસીય ઉત્સવ ઉજવાશે

  • December 02, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની શ્રી મોટી હવેલી ના ગાદીપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજનાં આત્મજ પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ.ગો.શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ઉત્સવ કારતક વદ આઠમ, નોમ અને દસમનાં તા.૫, ૬ અને ૭ ડિસેમ્બરનાં  મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાન, શ્રીજી હોલ પાછળ, મેહુલ નગલ ટેલિફોન એક્સચેન્જ રોડ, જામનગર માં નિર્ધારીત કરવામાં આવ્યો છે.
માંગલિક પ્રસંગને પગલે શ્રી મોટી હવેલી જામનગરમાં શ્રી મદનમોહન પ્રભુનાં વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કારતક વદ પાંચમને આજે તા.૨.૧૨.૨૦૨૩ ને શનિવારે લાલ ઘટામાં જરદોશીનો અષ્ટખંભો તથા કારતક વદ છઠ્ઠને તા.૩.૧૨.૩૦૨૩ ને રવિવારે કેસરી ઘટામાં સોનેરી તુઇનો બંગલો મનોરથ યોજાશે. સંધ્યા આરતી સાંજે ૫:૩૦ કલાકે તથા શયન આરતી ૭:૩૦ કલાકે થશે.
શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત  કારતક વદ આઠમને તા.૫.૧૨.૨૦૨૩ને મંગળવારે રાત્રે ૮ કલાકે નિશ્ચય તાંબુલ (બડી સગાઇ) યોજાશે.કારતક વદ નોમ તા.૬.૧૨.૨૦૨૩ ને બુધવારે બપોરે ૧૨ કલાકે વૃદ્ધીની સભા તથા સાંજે ૭ કલાકે શુભ વિવાહ ઉત્સવ ઉજવાશે. કારતક વદ દસમ તા.૭.૧૨.૨૩ ને ગુરૂવારે બપોરે ૧૨.૦૦ કલાકે બડી પઠોની (વિદાઇ) કાર્યક્રમ યોજાશે.
બહારગામથી આવનારા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આમંત્રિત અતિથીઓ માટે તા.૬.૧૨.૨૩ને  બુધવારે રાત્રે ૯ કલાકે શુભ વિવાહ પ્રસ્તાવનાં શુભ સ્થળે જ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂ.પા.ગો. ૧૦૮ શ્રી હરીરાયજી તથા પૂ.પા.ગો.વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં ઉજવાનારા શુભ પ્રસંગે શ્રી ચિ. પૂ.પા.ગો.શ્રી રસાદ્રરાયજી તથા ચિ. પૂ. પા.ગો.શ્રી પ્રેમાર્દ્રરાયજીનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થશે. માંગલિક અવસરને પગલે વૈષ્ણવ સમાજમાં હરખની હેલી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારી, ઉપપ્રમુખ કુરજીભાઇ મુંગરા અને મનમોહનભાઇ સોની, રણજીતભાઇ મારફતીયા, મંત્રી હિતેશભાઇ બુઘ્ધભટ્ટી, સહમંત્રી નલીનભાઇ રાજાણી અને ખજાનચી રાજેશભાઇ માંડવીયા તેમજ કારોબારી સભ્યો ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application