જામનગર જિલ્લામાં ચોથા દિવસે પકડાઈ અડધા કરોડની વિજચોરી

  • January 19, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર દિવસમાં આશરે દોઢે’ક કરોડની વિજ ચોરી પકડાઈ: આગામી દિવસોમાં ઑપરેશન વધુ થશે

પીજીવીસીએલ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી જે જે વિસ્તારોમાં વિજ લૉસ આવે છે તે વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગામડાઓમાં લગભગ પ૦થી વધુ ટીમો દ્વારા વિજચોરી પકડવામાં આવી રહી છે, ગઈકાલે અડધા કરોડની વિજચોરી પકડાઈ છે અને ચારે’ક દિવસમાં આશરે દોઢે’ક કરોડની વિજ ચોરી પકડી પાડવામાં આવતાં વિજચોરામાં ફફડાટની લાગણી જન્મી છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સતત ચોથા દિવસે પણ જામનગર જામજોધપુર અને લાલપુરના  ગ્રામ્ય વિસ્તારમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કુલ ૫૦.૧૭ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.
પીજીવીસીએલની કુલ ૫૦  ટીમ દ્વારા જામનગર  જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ભણગોર, સણોસરા, સણોસરી,  આંબરડી, વનાણા, મેઘપર, હોથીજી ખડબા, ઈશ્વરીયા અને મોટી વેરાવળ તથા જામનગર તાલુકાના સરમત, લાખાબાવળ, મસીતિયા, કનસુમરા અને ઢિચડા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન કુલ ૫૩૭ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦૬ વીજ જોડાણ માં ગેરરિતી જણાતાં તેમના આસામી ને કુલ ૪૦ લાખ ૧૭  હજાર ના વીજ બિલ  આપવામાં આવ્યા હતા હતાં.આમ  ચાર  દિવસમાં કુલ૧૮૮.૫૯ લાખની પાવર ચોરી ઝડપાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application