પાકિસ્તાનમાં ભયાનક ભૂકંપ આવવાની શકયતા

  • October 03, 2023 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેધરલેન્ડના એક સંશોધકે પાકિસ્તાનમાં ભૂકંપની આગાહી કરી છે .રિસર્ચરે કહ્યું છે કે આગામી ૪૮ કલાકમાં પાકિસ્તાનમાં વિનાશક ભૂકપં આવવાનો છે. એક આગાહી બાદ પાકિસ્તાનમાં ભય અને ગભરાટનો માહોલ છે. નેધરલેન્ડની એક રિસર્ચ ઇન્સ્ટિટયૂટની સોશિયલ મીડિયા પોસ્ટમાં આગામી ૪૮ કલાકમાં પાકિસ્તાનમાં સંભવિત વિનાશક ભૂકંપની વાત કરવામાં આવી છે. ત્યારથી દેશના નાગરિકો ડરી ગયા છે. સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વેના સંશોધકે દાવો કર્યેા છે કે પાકિસ્તાન અને તેની આસપાસ વાતાવરણમાં મજબૂત વધઘટ જોવા મળી હતી જે આગામી મજબૂત ભૂકંપનો સંકેત આપે છે.એક પોસ્ટ ડચ વૈજ્ઞાનિક ફ્રેન્ક હગરબીટસને ટાંકે છે,જે અગાઉ તુર્કી અને સીરિયામાં ખતરનાક ભૂકંપની આગાહી કરવા માટે ગ્રહોની ગોઠવણીનો ઉપયોગ કર્યેા હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વૈજ્ઞાનિકે ફરી એક વખત ભવિષ્યવાણી કરી છે કે આગામી ૪૮ કલાકમાં પાકિસ્તાન જોરદાર ભૂકંપથી હચમચી જશે.વૈજ્ઞાનિકે દાવો કર્યેા હતો કે  ૩૦ સપ્ટેમ્બરે અમે વાતાવરણની વધઘટ નોંધી હતી, જેમાં પાકિસ્તાનના કેટલાક ભાગો અને તેની આસપાસના વિસ્તારો સામેલ હતા. આ એક મજબૂત આંચકો આવવાનો સંકેત આપે છે. તેમણે કહ્યું કે આ સ્થિતિ બિલકુલ મોરોક્કો જેવી જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application